Karun Nair Replaces KL Rahul: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના કેપ્ટન કેએલ રાહુલને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માંથી બહાર કરવામાં આવ્યો છે. IPLએ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેમની બદલીની જાહેરાત કરવામાં આવી છે. કરુણ નાયરે કેએલ રાહુલનું સ્થાન લીધું છે. લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) એ શુક્રવારે ઇજાગ્રસ્ત કેપ્ટન કેએલ રાહુલના સ્થાને નવા કેપ્ટનની જાહેરાત કરી છે. એલએસજીએ રાહુલની જગ્યાએ ડેશિંગ બેટ્સમેન કરુણ નાયરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ADVERTISEMENT
નાયરે 76 આઈપીએલ મેચ રમી છે. તેણે આ સમયગાળા દરમિયાન આઈપીએલમાં 23.75ની એવરેજ અને 127.75ની સ્ટ્રાઈક રેટથી 1496 રન બનાવ્યા હતા. તેણે કુલ 10 અડધી સદી ફટકારી છે. તે આઈપીએલમાં પાંચ ફ્રેન્ચાઈઝીનો ભાગ રહી ચૂક્યો છે. એલએસજી નાયરની છઠ્ઠી ટીમ છે. તે ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો ભાગ હતો. નાયરે કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. IPL દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર LSG એ IPL 2023 ની બાકીની મેચો માટે KL રાહુલની જગ્યાએ કરુણનો સમાવેશ કર્યો છે. કરુણ 50 લાખ રૂપિયામાં LSGમાં જોડાયો હતો. આઈપીએલ 2023ની મીની હરાજીમાં તે વેચાયો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 માં નાયરે ભારત માટે ત્રેવડી સદી ફટકારીને ઘણી ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ તેણે ચેન્નાઈના મેદાન પર ઈંગ્લેન્ડ સામે 381 બોલમાં 303 રનની ઈનિંગ રમી હતી. ભારત માટે ત્રેવડી સદી ફટકારનાર વીરેન્દ્ર સેહવાગ પછી તે બીજો બેટ્સમેન હતો.
ઉલ્લેખનીય છે કે, IPL 2023ની 43મી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલને ઈજા થઈ હતી. લખનૌના એકાના સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે બીજી ઓવરમાં તેને જાંઘમાં ઈજા થઈ હતી. તેને સપોર્ટ સ્ટાફની મદદથી મેદાનની બહાર જવું પડ્યું. તે ટાર્ગેટનો પીછો કરવા માટે પણ નીચે ઉતર્યો નહોતો. LSG 18 રનથી મેચ હારી ગયું હતું. એલએસજીએ રાહુલની હકાલપટ્ટી પર એક નિવેદન જારી કરીને કહ્યું કે તે કેપ્ટનને તમામ શક્ય મદદ કરશે. એલએસજીએ કહ્યું કે, અમે આ મુશ્કેલ સમયમાં કેએલને તમામ સંભવિત સમર્થન આપવાનું ચાલુ રાખીએ છીએ અને જ્યાં સુધી તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી શ્રેષ્ઠ સંભવિત સંભાળ સુનિશ્ચિત કરવા તેની સાથે કામ કરી રહ્યા છીએ. અમે રાહુલને મેદાન પર પાછા જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. આશા છે કે તે શક્ય તેટલી વહેલી તકે મેદાન પર પાછો ફરે.
રાહુલની ટૂંક સમયમાં સર્જરી થશે. તે માત્ર આઈપીએલની 16મી સિઝનમાંથી બહાર જ નથી થયો પરંતુ તે 7 જૂનથી લંડનના ઓવલ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પણ રમી શકશે નહીં. ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. રાહુલે શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાની ઈજા અંગે અપડેટ આપી હતી. રાહુલે લખ્યું, ‘અપડેટ- મેડિકલ ટીમ સાથે સંપૂર્ણ વાત કર્યા બાદ મારે જલ્દી જ મારી જાંઘની સર્જરી કરાવવી પડશે. મારું ધ્યાન આગામી થોડા અઠવાડિયામાં મારી ફિટનેસ પરત મેળવવા પર રહેશે. ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ હું જાણું છું કે સંપૂર્ણ ફિટ કરવાનો તે યોગ્ય નિર્ણય છે. ટીમના સુકાની તરીકે એ દુઃખદ છે કે હું આટલા નિર્ણાયક સમયે ટીમની સાથે નહી રહી શકું. પરંતુ હું બહાર રહીશ અને ટીમને ચીયર કરીશ અને તમામ મેચ જોઈશ. આવતા મહિને ઓવલ ખાતે ટીમ ઈન્ડિયા સાથે નહીં રહી શકું એનું મને ઘણું દુઃખ છે. હું વાદળી જર્સીમાં પાછા ફરવા અને મારા દેશને મદદ કરવા માટે ગમે તે કરીશ.
ADVERTISEMENT