સરકાર સામે ફરી એક આંદોલનની શરૂઆત, LRD 2022 ના ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં નાખ્યા ધામા

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પર ગાંધીનગર આંદોલનકારી નગર બની ચૂક્યું હતું. ત્યારે ચૂંટણી બાદ ફરી આંદોલનની શરૂઆત થવા લાગી છે. નવા વર્ષની શરૂઆત…

gujarattak
follow google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પર ગાંધીનગર આંદોલનકારી નગર બની ચૂક્યું હતું. ત્યારે ચૂંટણી બાદ ફરી આંદોલનની શરૂઆત થવા લાગી છે. નવા વર્ષની શરૂઆત થી જ ગાંધીનગરમાં આંદોલનનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર LRD 2022ના ઉમેદવારોએ હલ્લાબોલ મચાવ્યું છે. પોતાની માંગને લઈ આંદોલનની ફરી એક વખત શરૂઆત કરવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે ફરી એક વખત આંદોલનનું  ભૂત ધૂણ્યું છે.  સત્યાગ્રહ છાવણી ખાતે LRD 2022ના ઉમેદવારોનું હલ્લાબોલ મચાવ્યું છે. LRDના ઉમેદવારો પોતાની માંગને લઈ આવ્યા સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છે. ત્રણ થી 4 મહિના થી LRDના કોમન ઉમેદવારો નું નિરાકરણ કરવા માંગ કરી રહ્યા હતા. ત્યારે નિરાકરણ ન આવતા આંદોલનના માર્ગે પહોંચ્યા છે. સરકારમાં કેટલીક વખત આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હજુ કોઈ નિરાકરણ ન આવતા ફરી એક વખત LRD ઉમેદવારોનું આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

સરકાર પાસે છે આ માંગણી
LRD 2022ના ઉમેદવારોની સરકાર સામે માંગણી છે કે,  PSI, બિનસચિવાલય, Mphw, સિનિયર કલાર્ક, નાયબ હિસાબનિસ, હેડક્લાર્ક, ચાલુ 2017 અને 2019ના LRDનાભરતીના 2022માં 800 જેટલા કોમન ઉમેદવાર છે જેને નિરાકરણ કરવામાં આવે. અત્યાર સુધી આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે  LRD ઉમેદવારોનું નિરાકરણ ન આવતા આજે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનના માર્ગે ઉતર્યા છે. ફરી એક વખત LRD ઉમેદવારોનું આંદોલન યથાવત કરવામાં આવ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp