તવાંગમાં ચીનની અવળચંડાઈ, ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો, સંસદમાં રક્ષામંત્રી શું બોલ્યા?

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં વિપક્ષે હંગામો કર્યો હતો. આ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે લોકસભામાં આ મુદ્દે…

gujarattak
follow google news

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં વિપક્ષે હંગામો કર્યો હતો. આ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, ભારતીય સેનાએ ચીનનો બહાદુરીથી જવાબ આપ્યો. ભારતીય સૈનિકોએ ચાઈનીઝ સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા મોકલ્યા. આ દરમિયાન ભારતીય સેનાના કોઈ જવાન શહીદ પણ નથી થયા અને કોઈને ગંભીર ઈજા પણ નથી પહોંચી.

9 ડિસેમ્બરે ચીની સૈનાએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આ ગૃહને અરુણાચલમાં તવાંગમાં થયેલી ઘટના વિશે અવગત કરાવવા ઈચ્છું છું. 9 ડિસેમ્બર 2022એ PLA જવાનોએ અતિક્રમણ કરીને યથાશક્તિને બદલવાનો પ્રયાસ કર્યો. આપણી સેનાએ દ્રઢતા પૂર્વક તેમનો સામનો કર્યો. આ ઘટનામાં મારામારી થઈ. ભારતીય સેનાએ ચીનના સૈનિકોને અતિક્રમણ કરતા રોક્યા અને તેમને પોતાની પોસ્ટ પર પાછા મોકલી દીધા. આ દરમિયાન આપણી સેનાના કોઈ જવાન શહીદ નથી થયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ નથી થયા. આ ઘટના બાદ સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બર 2022એ પોતાના ચીની સમકક્ષ સાથે ફ્લેહ મીટિંગ કરી અને આ ઘટના પર ચર્ચા કરી. ચીની પક્ષ સાથે સરહદ પર શાંતિ બનાવી રાખવા કહેવાયું.

ભારતીય સેનાએ વીરતાથી ચીનના પ્રયાસને રોક્યો
રાજનાથ સિંહે કહ્યું કે, હું આ ગૃહને આશ્વસ્ત કરું છું કે આપણી સેનાએ આપણી ભૌમિક અખંડતાને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે, અને તેના વિરુદ્ધના કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તત્પર છે. મને વિશ્વાસ છે કે, આ ગૃહ આપણી સેનાઓની વીરતા અને સાહસને એક સ્વરમાં સમર્થન આપશે.

પાર્ટીઓએ કરી માગણી
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે હિંસક અથડામણ થઈ. આ અથડામણમાં બંને તરફના સૈનિકોને ઈજાઓ પહોંચી હતી. ભારતના 6 સૈનિકોને સારવાર માટે ગુવાહાટીમાં એડમિટ કરાવવામાં આવ્યા છે.

    follow whatsapp