વડોદરા: શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તૈયાર થઈ ગઈ છે. તળાવની વચ્ચે 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા પર રૂ.12 કરોડના ખર્ચે સોનું જડવામાં આવ્યું છે. 2020થી શિવજીની પ્રતિમાને સોનાથી જડિત કરવાનું કામ ચાલી રહ્યું હતું. જે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે આગામી મહાશિવરાત્રિના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
2020માં પ્રતિમાને સુવર્ણ મઢીત કરવાનું કામ શરૂ થયું
વડોદરાના સુરસાગર તળાવની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને 2020માં સુવર્ણથી જડિત કરવાનું કાર્ય શરૂ કરાયું હતું. અયોધ્યામાં PM મોદીએ રામ મંદિરના નિર્માણનો આરંભ કરાવ્યો એ જ દિવસે વડોદરામાં પણ આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો. ત્યારે રૂ.12 કરોડના ખર્ચે 17.5 કિલો સોનું આ માટે વપરાયું છે. ત્યારે પ્રતિમા પરથી સફેદ પડદો આજે હટાવી લેવામાં આવતા ભક્તો શિવજીનું સુવર્ણ સ્વરૂપ જોતા રહી ગયા હતા. આ કાર્ય માટે વર્ષ 2017માં સંકલ્પ લેવામાં આવ્યો હતો.
મહાશિવરાત્રિએ મહાદેવની સવારી નીકળશે
મહાશિવરાત્રિએ વડોદરામાં મહાદેવની ‘શિવજી કી સવારી’ની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે શિવજીની સુવર્ણ જડિત મૂર્તિ ખુલ્લી મુકાતા મોટી સંખ્યામાં તળાવના કિનારો લોકો જોવા માટે પહોંચી ગયા હતા.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT