ગુજરાતમાં ચૂંટણી પૂરી થતા જ વિરોધ શરૂ, વઢવાણમાં સ્થાનિકો કેમ રસ્તા પર ઉતર્યા?

સુરેન્દ્રનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ સાથે પ્રચંડ જીત મેળવી છે. જોકે ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય તે પહેલા જ વિરોધ પ્રદર્શન શરૂ…

gujarattak
follow google news

સુરેન્દ્રનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ સાથે પ્રચંડ જીત મેળવી છે. જોકે ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય તે પહેલા જ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. વઢવાણમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો.

પ્રાથમિક સુવિધાના અભાવે રસ્તા પર ઉતર્યા લોકો
વઢવાણના ગણપતિ ફાટસર પાસે સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. ગણપતિ ફાટસર પાસે આવેલ કંકુ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવતો. જેના કારણે તંત્ર સામે રોષે ભરાયેલી જનતા રોડ પર ઉતરી હતી.

મહિલાઓ રોડ પર બેસી જતા ટ્રાફિક જામ
રહીશોએ રસ્તા પર ઉતરીને હોબાળો મચાવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મહિલાઓ રસ્તા પર જ બેસીને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે રોડ પર બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો. વિરોધને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી રહીશોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

(વિથ ઈનપુટ: સાજિદ બેલિમ)

    follow whatsapp