LIVE: CBI તપાસ પહેલા મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા, કહ્યું- મને ગુજરાત જતા રોકવાનું આ ષડયંત્ર છે

દિલ્હીઃ કેજરીવાલ સરકારની લીકર પોલિસી કૌભાંડનો વિવાદ વકરી રહ્યો છે. આ અંગે તપાસ કરી રહેલી CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યું હતું. જેમાં…

gujarattak
follow google news

દિલ્હીઃ કેજરીવાલ સરકારની લીકર પોલિસી કૌભાંડનો વિવાદ વકરી રહ્યો છે. આ અંગે તપાસ કરી રહેલી CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યું હતું. જેમાં આજે સોમવારે સવારે 11 વાગ્યે તેમની પૂછપરછ માટે બોલાવાયા છે. જોકે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે CBIએ સિસોદિયાને ધરપકડ કરવા માટે બોલાવ્યા છે. જોકે ત્યારપછી ટ્વીટ કરીને મનીષ સિસોદિયાએ કહ્યું કે મને ગુજરાત જતો રોકવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે.

મનીષ સિસોદિયાએ રાજઘાટ પર બાપુને નમન કર્યા
ઉલ્લેખનીય છેકે મનીષ સિસોદિયા પૂછપરછ પહેલાં આમ આદમી પાર્ટીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ AAPના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા અહીં તેમણે મહાત્મા ગાંધીને નમન કર્યા છે. સિસોદિયાએ આની પહેલા કહ્યું હતું કે આ લોકોની તૈયારી મારી ધરપકડ કરવાની છે. ઘરમાં દરોડા પાડ્યા પરંતુ એમને કઈ મળ્યું નહોતું. તેમણે સમગ્ર કેસને નકલી જણાવી કહ્યું કે આ મને જેલ ભેગો કરવાનું ષડયંત્ર છે. જેનાથી હું ગુજરાત ન જઈ શકું. દિલ્હીના ડેપ્યૂટી CMએ કહ્યું કે ગુજરાતમાં શાળાઓની સ્થિતિ ખરાબ છે. યુવાનો બેરોજગાર બેઠા છે.

સિસોદિયાએ BJP પર સાધ્યુ નિશાન
સિસોદિયાએ સોમવારે કહ્યું, “બનાવટી કેસ કરીને મારી ધરપકડ કરવાની તૈયારી કરાઈ રહી છે. માને ગુજરાતમાં પ્રચાર કરતા અટકાવવા માટે આવુ કરવામાં આવી રહ્યું છે. આ લોકો ગુજરાતમાં ખરાબ રીતે હારી રહ્યા છે. તેમનો હેતુ મને ચૂંટણી પ્રચારમાં જતો રોકવાનો છે. મેં ગુજરાતના લોકોને કહ્યું હતું કે તમારા ત્યાં પણ બાળકો માટે દિલ્હી જેવી અદભૂત શાળાઓ બનાવીશું. આ લોકો નથી ઈચ્છતા કે ગુજરાતના લોકો સારી શાળાઓમાં અભ્યાસ કરે અને ભણે એવું આ લોકો ઈચ્છતા જ નથી. મારી વિરૂદ્ધ ખોટો કેસ કરવામાં આવી રહ્યા છે. મારા ઘરે દરોડો પાડવામાં આવ્યો, પરંતુ કંઈ બહાર આવ્યું નહીં. તમામ બેંક લોકર જોયા, કંઈ મળ્યું નહીં.

મનીષ સિસોદિયાના નિવાસ સ્થાન પાસે કલમ 144 લાગૂ
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું દળ મનીષ સિસોદિયાના નિવાસ સ્થાને પહોંચી જાય એની આશંકાએ તેમના ઘરની આસપાસ કલમ 144 લાગૂ કરાઈ ગઈ છે. એટલું જ નહીં સિસોદિયાના ઘર પાસે દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળને પણ તૈનાત કરાયું છે.

    follow whatsapp