ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘર નજીક સોમવારે એક જીવીત બોમ્બ શેલ મળ્યો છે. આ બોમ્બ શેલ ચંડીગઢના કાંસલમાં કેરીના બગીચાની અંદરથી મળ્યો છે. ત્યાર બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.
ADVERTISEMENT
ડિજીટલ ટ્રાન્જેક્શનમાં મહીસાગરની મહિલાએ વગાડ્યો ડંકો, સમગ્ર દેશમાં પ્રથમ આવ્યા
આ બોમ્બ શેલ પંજાબ અને ચંડીગઢની સીમા અંદરથી મળ્યો છે. જે સ્થળ પરથી આ બોમ્બ મળ્યો, તેની નજીક જ પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓનું હેલીપેડ છે. આ સાથે જ હરિયાણા અને પંજાબના મુખ્યમંત્રીનો આવાસ માત્ર બે કિલોમીટરના અંતર સુધીનું છે.
ગાંધીના ગુજરાતમાં સરકારી અધિકારીએ ઉડાવ્યા દારુબંધીના લીરેલીરા, ખુદ દારુ પીધો હોવાનો સ્વીકાર પણ કર્યો
ચંડીગઢ પોલીસના સિવિલ ડિફેન્સ નોડલ ઓફિસર કુલદીપ કોહલીએ જણાવ્યું કે, કાંસલ અને નવા ગામના ટી પોઇન્ટ વચ્ચે કેરીના બગીચામાંથી જીવતો બોમ્બ શેલ મળ્યો છે. આર્મી બોમ્બ સ્કવોર્ડે કહ્યું કે, અમે જ્યાં બોમ્બ જીવતો મળ્યો છે તે સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ટુંક જ સમયમાં આર્મી બોમ્બ સ્કવોર્ડ અહીં પહોંચશે અને ડિફ્યૂઝ કરવામાં આવશે. ત્યાર બાદ સમગ્ર વિસ્તારને સ્કેન કરવામાં આવશે. આઉપરાંત આ બોમ્બ આવ્યો ક્યાંથી તેની પણ તપાસ કરાશે.
ADVERTISEMENT