અરવલ્લીઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ન્યૂ યર પહેલા ઠેર ઠેર રાજ્યમાંથી દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. તેવામાં ધનસુરા પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલી મોંઘીદાટ ગાડી ઝડપી પાડી છે. ગાડીમાંથી લગભગ 4.27 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 3492 પેટી પકડવામાં આવી છે. જોરે આ દરમિયાન કાર ચાલક અંધારાનો લાભ થઈને ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
માલપુર ચોકડી પાસેથી વિદેશી દારૂની ગાડી પકડાઈ…
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ધનસુરા પોલીસે વિદેશી દારૂ ભરેલી મોંઘી ગાડી ઝડપી પાડી છે. તેમણે ફોરચ્યુનર ગાડીમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. માલપુર ચોકડી પાસેથી 4.27 લાખની કિંમતની વિદેશી દારૂની 3492 પેટી જપ્ત કરી લીધી છે. જોકે કાર ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
ગાડીને પોલીસ સ્ટેશને લઈ જવાઈ…
પોલીસે આ દરમિયાન ગાડી ઝડપી પાડી હતી. તેમણે ક્રેન દ્વારા ગાડી ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. જ્યાં ગાડી સહિત 14.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અત્યારે ધનસુરા પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી દીધી છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT