અમરેલી: ખાંભા તુલસીશ્યામ રેન્જના કોટડા ગામે ખેડૂતની વાડીના ખુલ્લા કુવામાં પડી જવાથી સિંહ અને સિંહણના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા ખાંભા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સિંહના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યારે ખાંભા સહિત ગીર પંથકમાં કૂવાઓ સિંહો માટે જોખમી પુરવાર થઈ રહ્યા હોય તેમ સાબિત થઈ રહ્યું હતુ.
ADVERTISEMENT
ધારી ગીરપુર્વના ખાંભા તુલશીશ્યામ રેંજના પીપળવા રાઉન્ડ નીચેના કોટડા ગામના ખેડૂત અમરૂભાઈ વાળાની વાડીના ખુલ્લા 40 ફૂટ ઊંડા કૂવામાં એક સિંહણ અને સિંહ કુવામાં પડ્યા હતા. ત્યારે ખેડૂત દ્વારા ખાંભા વન વિભાગને જાણ કરતા વન વિભાગના ડી સી એફ રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી ખાંભા તુલસીશ્યામ રેંજના આરએફઓ રાજલ પાઠક સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારે રાત્રિના 2 વાગે ખુલ્લા કૂવામાં એક સિંહણ મૃતદેહ જોવા મળતા વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહ ને કૂવામાંથી કાઢ્યો હતો.
સિંહના મૃતદેહને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો
સ્થાનિક ગામ જનોના જણાવ્યા અનુસાર વધુ એક સિંહ કુવામાં પડ્યો હોવાનું સામે આવ્યો હતો. વન વિભાગ નો સ્ટાફ અરસપરસ તપાસ કરી પરત આવી ગયેલો હોય ત્યારબાદ સવારે વધુ એક સિંહનો મૃતદેહ કુવામાં જોવા મળતા સ્થાનિક ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. અને વન વિભાગ દ્વારા પાંચ થી નવ વર્ષના નર સિંહના મૃતદેહને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચો: ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી, ભૂપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી ગણાવ્યા
સિંહના મૃતદેહને પીએમ માટે આંબરડી સફારી પાર્ક લઈ જવાયો
ખાંભા અને ગીર પંથકના રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ સિંહ સહિત વન્ય પ્રાણીઓ માટે જોખમી સાબિત થયા હતા. અને કોટડા ગામમાં એક સાથે બે સિંહ એટલે કે સિંહણ અને સિંહનું કૂવામાં પડી જવાથી વન વિભાગ અને સિંહ પ્રેમીઓમાં ભારે શોક ફેલાયો હતો. અને વન વિભાગ દ્વારા સિંહ સિંહણના મૃત દેહને પીએમ માટે આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ ખાંભા વન વિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા કોટડા ગામે ખેડૂતની વાડીના કુવાની આસપાસ સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT