સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર ફરી એકવાર જીવલેણ અકસ્માતથી રક્તરંજીત બન્યો છે. લીંબડી પાસે હાઈવે પર ટ્રક અને ઈકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા. અકસ્માત બાદ સ્થાનિકો અને પોલીસ કારમાંથી મૃતદેહો બહાર કાઢીને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદમાં ‘ડોન કા અડ્ડા’ કેફેમાં બેઠેલા બનેવીને છરીના ઘા મારીને સાળો ફરાર થઈ ગયો
ટ્રક સાથે અથડાઈ કાર
લીંબડી-રાજકોટ હાઈવે પર વહેલી સવારથી ધુમ્મસવાળા વાતવાવરણ હતું. જેના પગલે હાઈવે પર વિઝિબિલિટી ખૂબ ઘટી ગઈ હતી. ત્યારે આયા ગામના પાટીયા પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર 4 લોકોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કારમાંથી પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જ્યારે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.
ગઈકાલે એક્સપ્રેસ હાઈવે પર ઈકોનો થયો હતો અકસ્માત
નોંધનીય છે કે, ગઈકાલે જ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે ઊભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘુસી ગઈ હતી. જેમાં કારમાં સવાર 3 લોકોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મૃતકો કારમાં વડોદરાથી ડાકોર જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં પણ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: સાજીદ બેલિમ)
ADVERTISEMENT