ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર સરકારનું આ પહેલું બજેટ છે. જેને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ 11.10 મીનિટે બજેટ વાંચવાનું શરૂ કર્યુ હતું. નાણામંત્રીએ કહ્યું ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન છે. ત્યારે બજેટમાં ખેડૂતોને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 21605 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
ADVERTISEMENT
નાણાં મંત્રી કનુ દેસાઇએ બજેટ રજૂ કરતાં જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં એકંદરે બાર હપ્તામાં આશરે 61 લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં અંદાજે `12 હજાર કરોડની સહાય આપવામાં આવેલ છે.
ખેડૂતો માટે મહત્વની જાહેરાત અને બજેટમાં જોગવાઈ
•ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે 8278 કરોડની જોગવાઇ.
•ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા 615 કરોડ ની જોગવાઇ.
•વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 400કરોડની જોગવાઈ.
•કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 250 કરોડની જોગવાઇ.
• પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 203 કરોડની જોગવાઇ.
• એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા 200 કરોડની જોગવાઇ.
• ખાતેદાર ખેડુતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 125 કરોડની જોગવાઇ.
• સ્માર્ટ ફાર્મિંગની યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે 50 કરોડની જોગવાઇ.
• ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય, પ્રચાર-પ્રસાર વગેરે માટે 35 કરોડની જોગવાઈ.
• નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ.
• ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM) યોજના માટે 2 કરોડની જોગવાઈ.
• શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવા 2 કરોડની જોગવાઈ.
બાગાયત
• ફળ પાક ઉત્પાદકતા વધારવા અને બાગાયતી પાકોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નર્સરી વિકાસ માટે સહાય આપવા કુલ 65 કરોડની જોગવાઇ.
• બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા માળખાકિય સુવિધા ઊભી કરવા 40 કરોડની જોગવાઇ.
• નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન હેતુ ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે 6 કરોડની જોગવાઇ.
• મસાલા પાકોના સર્ટીફાઇડ બિયારણ ઉપર સહાય યોજના માટે 5 કરોડની જોગવાઇ.
• અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે 3 કરોડની જોગવાઇ.
કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન માટે 1153 કરોડની જોગવાઇ
કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે 1153 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
રાજ્યમાં શરૂ થશે નવા 150 પશુ દવાખાના
• ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે 109 કરોડની જોગવાઈ.
• ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે 62 કરોડની જોગવાઈ.
• દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 12 કરોડની જોગવાઈ.
• કરુણા એનિમલ એમ્બ્યુલન્સ–1962 ની સેવાઓ માટે 10 કરોડની જોગવાઈ.
• રાજ્યમાં 150 નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા 10 કરોડની જોગવાઈ.
મત્સ્યોદ્યોગ
• નવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે 640 કરોડની જોગવાઈ.
• સાગરખેડુઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે 435 કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે 155 કરોડની જોગવાઈ.
• દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારિત મત્સ્યોદ્યોગના વિકાસ માટે 117 કરોડની જોગવાઈ.
આ પણ જાણો: બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે મહત્વ જાહેરાત, જાણો બજેટમાં કેટલી જોગવાઈ
સહકાર ક્ષેત્રે ખેડૂતોને જાણો શું મળશે
• ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને કિસાન ક્રેડિટ કાર્ડ મારફત અપાતા 3 લાખ સુધીના ટૂંકી મુદતનું પાક ધિરાણ પર વ્યાજ સહાય પેટે 1270 કરોડની જોગવાઇ.
• પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાધન સહાય માટે 124 કરોડની જોગવાઇ.
• બજાર સમિતિઓમાં વેરહાઉસ બનાવવા સહાય માટે 38 કરોડની જોગવાઇ.
• કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા 23 કરોડની જોગવાઇ.
• તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે કેપિટલ સહાયની યોજના અંતર્ગત 3 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT