સુરતની શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના જ્ઞાનની ગળથૂથી અપાઈ, જાણો નવી પહેલ વિશે

સુરતઃ પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને અભ્યાસની સાથે જ્ઞાનની ગળથૂથી પણ અપાઈ રહી છે. સુરતની નગર પ્રાથમિક સરકારી શાળામાં બાળકને ભગવદ્ ગીતાનું જ્ઞાન ભણાવવામાં આવી રહ્યું…

gujarattak
follow google news

સુરતઃ પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને અભ્યાસની સાથે જ્ઞાનની ગળથૂથી પણ અપાઈ રહી છે. સુરતની નગર પ્રાથમિક સરકારી શાળામાં બાળકને ભગવદ્ ગીતાનું જ્ઞાન ભણાવવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા પણ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે. ત્યારે કતારગામની નગર પ્રાથમિક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતા આપીને અભ્યાસનો શ્રીગણેશ કરવામાં આવ્યો છે.

શિક્ષકોએ શરૂ કરી પહેલ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુરત શહેરના કતારગામમાં આવેલી શાળામાં શિક્ષકોએ નવી પહેલ શરૂ કરી છે. સંત ડોંગેરજી નગર પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. શાળામાં પ્રાથના શરૂ થતા પહેલા પણ ભગવદ ગીતાના પાઠ કરાવવામાં આવતા હોવાની માહિતી મળી રહી છે.

બાળકોમાં આવ્યું પરિવર્તન
મીડિયા અહેવાલો પ્રમાણે ભગવદ ગીતાના પાઠથી બાળકોમાં મોટા પ્રમાણે પરિવર્તન જોવા મળી રહ્યું છે. આની સાથે આના વાંચનથી તેમની જીવનશૈલીમાં પણ સુધારો આવવા લાગ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. શિસ્તબદ્ધ રીતે તમામ વિદ્યાર્થીઓ રહેતા હોવાનું નજરે પડી રહ્યું છે.

    follow whatsapp