અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસ અધ્યક્ષ ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે આજે આ ચુંટણી યોજાઇ હતી. ગુજરાતમાં પણ સવારે ૧૦ વાગ્ય થી સાંજ ચાર વાગ્ય સુધી ૩૫૮ ડેલિગેટ્સ અને અન્ય છ બહારના રાજ્યના પ્રતિનિધિઓ મતદાન કર્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મલ્લિાર્જૂન ખડગે અને શશી થરૂર દાવેદારી નોધાવી છે. 24 વર્ષ બાદ કોંગ્રસ પાર્ટીમાં અધ્યક્ષ માટે ચૂંટણી થઇ રહી છે. ત્યારે આજની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી સહિત 45 ડેલિગેટ્સ મતદાનથી દૂર રહ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં 88 ટકા મતદાન
કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે આજે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી યોજાઇ હતી. આ દરમિયાન છેલ્લે 1998માં સોનિયા ગાંધી અને જીતેન્દ્ર પ્રસાદ વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં મતદાન થયું હતું. હાલ કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અઘ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધો મુકાબલો છે. ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ખાતે ચૂંટાયેલ પ્રતિનિધિઓ, AICC-PCC ડેલિગેટ્સ મતદાન કર્યું હતું. આ દરમિયાન ચાલુ ધારાસભ્યો માંથી 9 ધારાસભ્યો એન કોંગ્રેસના નેતાઓ મતદાનથી દૂર રહ્યા છે. ગુજરાતમાં 408 ડેલિગેટ્સનું મતદાન છે જેમાંથી 88 ટકા મતદાન થયું છે.
45 ડેલિગેટ્સ મતદાન કર્યું નથી
કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેના મતદાન બાદ ચુંટણી PRO શોભા ઓઝાએ માહિતી આપતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી શાંતિ રીતે પ્રજાતાંત્રિક રીતે પૂર્ણ થઇ છે . ગુજરાતમાં 408 ડેલીગેટને વોટ આપવાનો હતો જેમાં 358 ડેલિગેટે મતદાન કર્યું છે. આ ઉપરાત રાજ્ય બહારના 6 ડેલિગેટસ પણ અહીં મતદાન કર્યું છે. તો ગુજરાતમા 5 ડેલિગેટસ દ્વારા બહારના રાજ્યમા હોવાથી ત્યા મતદાન કર્યું છે. ગુજકાત કોંગ્રસના 45 ડેલિગેટ્સ મતદાન કર્યું નથી. મતદાન બાદ બેલેટ બોક્સ સિલ કરી દેવામાં આવ્યા છે .હવે આ બોક્સ દિલ્હી લઈ જવામાં આવશે અને 19 તારીખે ગણતરી થશે .
ભાજપમાં ઇન્ટરનલ ડેમોક્રેટ નથી
મતદાન બાદ કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ જણાવ્યું હતું કે મે મારા અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. કોંગ્રેસમાં અત્યાર સુધી કોંગ્રેસમાં 6 વાર ચુંટણી થઈ છે. આજે પારદર્શક તરીકે ચુંટણી થઈ રહી છે. આ દ્રશ્ય કોઈ બીજી પોલિટિકલ પાર્ટીમાં જોવા નહિ મળે. ભાજપમાં ઇન્ટરનલ ડેમોક્રેટ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્કી કરે છે તેને અધ્યક્ષ બનાવવામાં આવે છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરકહ્યું કે, સમગ્ર કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણીઓ બુથના કન્વીનર,કોડીનેટર નિમાય છે. તાલુકા, જિલ્લા,પ્રદેશ પ્રમુખની પણ આ અહીંથી જ નિમણૂક થાય છે. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીઓ માટે પણ આ રીતે જ મતદાન થાય છે. કોંગ્રેસ લોકશાહિ પક્ષ છે. તેથી અહીં આંતરિક ચૂંટણી પણ થાય છે. કોઇ વાર સિંગલ નામ આવે છે તો કોઇ વાર ચૂંટણીઓ થાય છે
પ્રદેશ કોંગ્રેસના ૪૫ ડેલિગેટસ ગેરહાજર રહ્યા
- કિરિટ પટેલ
- અનંત પટેલ
- ઇન્દ્રવિજય સિંહ ગોહિલ
- યુનુસ અહેમદ પટેલ
- બાબુ રાયકા
- મનસુખ વઘાસીયા
- રામદેવ મોઢવોડીયા
- ભરતસિંહ સોલંકી
- અમરીશ ડેર
ADVERTISEMENT