અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. 182 બેઠક માંથી ફક્ત 17 બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ કરશે. ત્યારે કોંગ્રેસે વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યું છે. વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ભરતસિંહ સોલંકીના નજીકના ગણવામાં આવતા અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. અમિત ચવવડા છેલ્લા 5 ટર્મથી ધારાસભ્ય છે. ત્યારે હવે તેને વિપક્ષનેતા ની કામણ સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં જેમના નામે સૌથી વધુ વિધાનસભા સીટ જીતવાનો ઇતિહાસ છે તેવા માધવસિંહ સોલંકી તથા તેમના પરિવારનો કોંગ્રેસમાં દબદબો યાથવત રહ્યો છે. માધવસિંહ સોલંકીના પુત્ર ભારત સિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે અને ત્યાર બાદ તેમના જ પરિવારના સભ્ય અમિત ચાવડાના હાથમાં ગુજરાતમાં વિપક્ષ નેતાની કમાન સોંપવામાં આવી. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા ભરતસિંહ સોલંકીના મામાના દિકરા થાય છે.
માધવસિંહ સોલંકી સાથે આ છે સબંધ
અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1976માં થયો હતો. અમિત ચાવડા કેમિકલ એન્જિનિયર (1995)ની ડિગ્રી ધરાવે છે. વર્ષ 2004માં પ્રથમ વખત બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને સતત પાંચ ટર્મથી ચૂંટાઈ આવે છે અમિત ચાવડા. 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો. બોરસદથી 2004માં પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા. બે વાર બોરસદ અને ત્રણ વખત આંકલાવના ધારાસભ્ય રહી ચૂક્યા છે. અમિત ચાવડાના દાદા ઈશ્વરભાઈ ચાવડા પણ સંસદ સભ્ય રહ્યા છે. ઈશ્વર ભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા.
રાજકીય સફર
અમિત ચાવડાનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવમાં થયો છે અને તેઓ તેમના જીવનના શરૂઆતના દિવસોથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તેઓ NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા. 47 વર્ષના અમિત ચાવડા હાલ આણંદના આંકલાવના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી પાંચ ટર્મથી તેઓ ચૂંટાતા આવે છે. 2004માં પ્રથમ વખત તેઓ બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
આ પણ વાંચો: BREAKING: કોંગ્રેસ હાઈકમાન્ડે વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યું, આ નેતા પર ઉતારી પસંદગી
સત્તાના વારસા સાથે વિવાદનો વારસો પણ મળ્યો
પુર્વ પ્રદેશ પ્રતિનીધી કલોલ તાલુકા અને ગાંધીનગર તાલુકા કોંગ્રેસ પ્રભારી વંદનાબેન પટેલ દ્વારા એક પ્રેસ નોટ લેટરના નામે અમિત ચાવડા અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભરત સિંહ સોલંકી તેમના વ્યભિચાર અને અનીતિ કાર્યોમાં સહભાગી હોય તેવા લોકોને છાવરીને પક્ષની સામાજિક છવીને વખતો વખત લાંછન લગાડતા આવ્યા છે. તેઓની તમામ ગંદી રાજ રમતોનું હું 2017 થી પક્ષમાં જોડાઈ ત્યારથી સતત અવલોકન કરતી રહી છું.
આ ઉપરાંત દ્વારકા શિબિરમાં 7 મી ફેબ્રુઆરી એ અમિત ચાવડાની એક મહિલા સાથે ગ્રુપમાં પર્સનલ ચેટ વાઇરલ થઇ હતી જેની મને જાણ થતા મેં પોતે પણ તે ગ્રુપમાં જોયું અને તે અંગે અમિત ચાવડાનું ધ્યાન પણ દોર્યું. તે પછી તેઓએ તે ચેટ મેસેજ ડીલીટ કરી દીધા. આ બાબતે તેઓએ મારો આભાર માનવાની જગ્યાએ મારું રાજકરણ પૂરું કરવાની ધમકી આપી અને આ ચેટ નો અસ્વીકાર કર્યો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT