શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ હાલોલ તાલુકાની પાવાગઢ ગ્રામપંચાયતે ડીડીઓ દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. પંચમહાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયત ઉપર તાળા લગાવેલા જોવા મળ્યા હતા. હાલોલ તાલુકા પંચાયતના વહીવટી અધિકારીઓને સાથે રાખીને ગ્રામ પંચાયતનું તાળું તોડાવીને ગ્રામ પંચાયતના દસ્તાવેજોની ચકાસણી અર્થે કબજે લીધા હતા. તાલુકાના પંચાયત કચેરીના વહીવટ નીચે ચાલતા અંધેર વહીવટનો પર્દાફાશ થયો છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને બોલાવવા છતાં નહીં આવતા આખરે ગ્રામ પંચાયત કચેરીનું અને રેકર્ડરૂમના તાળા તોડવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
BJPના પૂર્વ ધારાસભ્ય ખુલીને જયસુખ પટેલના સપોર્ટમાં આવ્યા, કહ્યું- તેમણે કમાણી માટે પુલનું સંચાલન નહોતું
ડીડીઓ સામે તલાટી
હાલોલ તાલુકા પંચાયત કચેરી હસ્તકની પાવાગઢ ગ્રામ પંચાયતમાં અનેક ગેરરીતિઓ ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવનારાઓ દ્વારા કરવામાં આવતી હોવાના અહેવાલો અને રજૂઆતો પ્રકાશિત થતા પંચમહાલ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ પાવાગઢ ગ્રુપ ગ્રામ પંચાયતની સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરી હતી. ગત સાંજે આ વિઝિટ દરમિયાન ગ્રામ પંચાયતનું ભવન બંધ જણાતા તાત્કાલિક તલાટી કમ મંત્રીને કચેરીએ આવવા જણાવવા છતાં કલાકો સુધી તલાટી કમ મંત્રી કચેરીએ નહોતા આવ્યા.
પ્રેમની તાલિબાની સજા! ભરૂચમાં પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમીને નગ્ન કરી જાહેરમાં માર માર્યો, VIDEO વાઈરલ
રેકોર્ડ નાયબ વિકાસ અધિકારીઓ કબ્જે કર્યા
નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ હાલોલ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સહિતના વહીવટી સ્ટાફને પાવાગઢ ગ્રામ પંચાયત કચેરી ખાતે બોલાવ્યા હતા. વીડિયોગ્રાફી સાથે ગ્રામ પંચાયતનું તાળું તોડાવ્યું હતું. ગ્રામ પંચાયતની અંદર આવેલા રેકર્ડ રૂમને પણ તાળું લગાવેલું હોવાથી રેકર્ડ રૂમનું પણ તાળું તોડવામાં આવ્યું હતું. રેકર્ડરૂમમાં રાખવામાં આવેલ ગ્રામ પંચાયતના વહીવટના રેકર્ડના પોટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કબજે લેવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતના હિસાબી દફતરને પંચકયાસ કરીને હાલોલ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ગોધરા લઈ જવામાં આવતા હાલોલ તાલુકાની ગ્રામ પંચાયતોમાં ગેર વહીવટની પોલ ખુલી હતી.
ADVERTISEMENT