લલિત વસોયાનો ફરી છલકાયો ભાજપ પ્રેમ ? દારુબંધીને લઈને મુખ્યમંત્રીને આપી સલાહ

અમદાવાદ: રાજ્યમાં દારૂ બંધીને લઈ અનેક વખત સવાલો ઉઠયા છે. પોલીસ તંત્ર દ્વારા ડ્રાય સ્ટેટ ગુજરાતમાંથી અનેક વખત દારૂનો જથ્થો ઝડપી અને કાર્યવાહી કરે છે.…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં દારૂ બંધીને લઈ અનેક વખત સવાલો ઉઠયા છે. પોલીસ તંત્ર દ્વારા ડ્રાય સ્ટેટ ગુજરાતમાંથી અનેક વખત દારૂનો જથ્થો ઝડપી અને કાર્યવાહી કરે છે. રાજ્યમાં ઝડપાયેલ દારુના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. ત્યારે ત્યારે આ દારૂના જથ્થાને નાશ કરવા મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખી આ જથ્થાની જાહેર ઓક્શન થી વહેંચી દેવ માટે અપીલ કરી છે.

ગુજરાત મા દારૂબંધી છે છતા દર વર્ષે 200 કરોડ થી વધુ રકમ નો વિદેશી દારુ-બીયર નો જથ્થો પોલીસ દ્વારા પકડવા મા આવેછે અને સરકાર દ્વારા તેનો નાશ કરવા મા આવે છે. ત્યારે પકડાયેલા જથ્થા અંગે પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કહ્યું કે, દેશ ના બીજા રાજ્યો મા દારૂબંધી નથી ત્યા સરકારે આ પકડાયેલ દારુ-બીયર જાહેર ઓક્શન થી વહેંચી જે રકમ મળે તે પોલીસ વેલ્ફેર ફંડ અને દેશની રક્ષા કરતા શહીદ થતા ગુજરાત ના જવાનો ના પરિવાર ને મદદરૂપ થાવ મા વાપરવો જોઈએ

દારૂ પકડાઈ એ આનંદની વાત
પત્રમાં પૂર્વ ધારાસભ્યએ લખ્યું કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. કાયદાના પાલન માટે ગુજરાતમાં દરેક પાર્ટીની સરકારે કાયદાનું કડક પાલન થાય એના માટે પ્રયત્ન કરે છે. છતાંએ કરોડો રૂપીયાનો વિદેશી દારું-બીયર ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે. જે આનંદની વાત છે.

પકડાયેલ દારૂ-બીયરનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવે છે.
ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલ આંકડા મુજબ – 2020 અને 21 ના વર્ષમાં 215.6252205 કરોડનો વિદેશી દારૂ તથા 16.2005848 કરોડ રૂપીયાનો બીયરનો જથ્થો જપ્ત કરેલ છે. સરકારી ધારા-ધોરણ મુજબ આ પકડાયેલ દારૂ-બીયરનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા આપી સૂચના કહ્યું, અજવાળુ હોય ત્યાં સુધી ઓફિસમાં લાઈટનો ઉપયોગ ન કરો

જાણો શું કરી વિનંતી
પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ દારૂબંધીને લઈ પત્રમાં કહ્યું કે, દેશના મોટા ભાગના રાજ્યોમાં દારૂબંધી નથી ત્યારે દારૂ- બીયરની બીજા રાજ્યોમાં જાહેર હરાજી થી વેચાણ કરી જે રકમ મળે તે રકમ પોલીસ અને પોલીસ પરીવારના વેલ્ફેર ફંડમાં અથવા તો દેશની રક્ષા માટે શહીદ થતા જવાનોના પરીવારને મદદરૂપ થવા માટે વાપરવી જોઈએ. આપની સરકાર જો આવો હિંમત ભર્યો નિર્ણય કરશે તો ગુજરાતની જનતા તેને આવકારશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp