લલિત વસોયાનો દાવો- મને AAPએ હરાવ્યો છે, આ પાર્ટી ભાજપની B ટીમ છે

ધોરાજીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ઈલેક્શન કમિશને સત્તાવાર રીતે સૌથી પહેલી જીત જાહેર કરી હતી. ધોરાજી બેઠક પરથી ભાજપના મહેન્દ્ર…

gujarattak
follow google news

ધોરાજીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ઈલેક્શન કમિશને સત્તાવાર રીતે સૌથી પહેલી જીત જાહેર કરી હતી. ધોરાજી બેઠક પરથી ભાજપના મહેન્દ્ર પાડલિયાએ જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની કારમી હાર થઈ ચૂકી છે. આ દરમિયાન વસોયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે મારી હાર થઈ છે. ચલો તેમના નિવેદન પર નજર કરીએ…

AAP ભાજપની B ટીમ હોવાનો આક્ષેપ
લલિત વસોયાએ મતગણતરી દરમિયાન જ પોતાની હાર સ્વીકારી લીધી હતી. અહેવાલો પ્રમાણે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે મારી હાર થઈ છે. વધુમાં આક્ષેપ કરતા તેમણે કહ્યું કે AAP તો ભાજપની B ટીમ છે. મારી બેઠક પર જ જોઈ લો.

વસોયાએ કર્યો મતોના વિભાજન વિશે દાવો
અહેવાલો પ્રમાણે લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મેં મારી બેઠકના વિવિધ મતગણતરીના રાઉન્ડ ચકાસ્યા છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મતનો સરવાળો કરીએ તો ભાજપના ઉમેદવાર કરતા વધારે થાય છે. વસોયાએ આક્ષેપ લગાડતા કહ્યું કે આવી રીતે જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત કાપ્યા છે. આની સાથે જ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વસોયાએ વધુમાં કહ્યું કે મારી હાર પાછળનું કારણ આમ આદમી પાર્ટી છે.

    follow whatsapp