8 દિવસની રજા મૂકીને ડભોઈના મહિલા કોન્સ્ટેબલ ક્યાં ગાયબ થયા? પરિવારને લવજેહાદની આશંકા

વડોદરા: ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અચાનક 8 દિવસની રજા મૂકીને ક્યાંક જતા રહેતા મામલો ગરમાયો છે. આ મામલે મહિલા કોન્સ્ટેબલના પિતાએ ડભોઈ…

gujarattak
follow google news

વડોદરા: ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અચાનક 8 દિવસની રજા મૂકીને ક્યાંક જતા રહેતા મામલો ગરમાયો છે. આ મામલે મહિલા કોન્સ્ટેબલના પિતાએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ હવે પોલીસ મહિલા કોન્સ્ટેબલને શોધી રહી છે. સાથે જ પરિવારને લવ-જેહાદની પણ આશંકા છે.

8 દિવસની રજા મૂકીને મહિલા કોન્સ્ટેબલ ગાયબ
ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી 16 જાન્યુઆરીએ 8 દિવસની રજા મૂકીને સાંજે પોલીસ સ્ટેશનથી નીકળી ગયા હતા. આ બાદ તેમણે બહેનને મેસેજ કર્યો હતો કે, ‘હું મારી મરજીથી વિદેશ જઉં છું.’ જે બાદ તેમનો ફોન પણ સ્વિચઓફ આવી રહ્યો છે. ભેદી સંજોગોમાં મહિલા કોન્સ્ટેબલ ગુમ થઈ જતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

આ પણ વાંચો: ભુજ નગરપાલિકાનું 48 કરોડનું વીજ બીલ ભરવાનું બાકી, કંટાળીને PGVCLએ વીજ જોડાણો કાપ્યા

મહિલા કોન્સ્ટેબલ સાથે યુવક પણ ગુમ
મહિલા પોલીસ કોન્સ્ટેબલના ગુમ થવાની સાથે મોટા હબીપુરાનો યુવક પણ ગુમ થઈ જતા બંને સાથે ગયા છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બંને પાસે કોઈપણ પ્રકારનો પાસપોર્ટ નથી એવામાં તેમના વિદેશ જવાની શક્યતા નહીવત છે. બંને 28મી ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને બંને 6 મહિનાથી એકબીજાના પરિચયમાં હતા. પોલીસ મુજબ બંને મુંબઈ પાસે હોવાની માહિતી મળી છે. જોકે બંને મળી જાય તે પછી જ લવજેહાદની શક્યતા પર ખુલાસો થઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મોજશોખ પૂરા કરવા પત્ની ‘વિકી ડોનર’ બની! 4 વર્ષે ભાંડો ફૂટતા પતિએ કરી પોલીસ ફરિયાદ

પરિવારે લવજેહાદની શંકા વ્યક્ત કરી
મહિલા કોન્સ્ટેબલના પિતાનું કહેવું છે કે, તેમની દીકરીના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે પતિ સાથે મનમેળ હતો. તે પરિવાર સાથે હળીમળીને રહેતી હતી. સાથે જ તેમણે દીકરી પર જાદુટોના કરીને અપહરણ કરાયું હોવાની અને લવજેહાદ હેઠળ કાવતરું ઘડાયું હોવાની શંકા દર્શાવી છે.

    follow whatsapp