3 દિવસથી ગુમ ડભોઈના મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી સાથે અહીંથી મળ્યા, બહેનને વિદેશ જવાનો મેસેજ કર્યો હતો

વડોદરા: ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ છેલ્લા 3 દિવસથી ગુમ હતા. અચાનક 8 દિવસની રજા મૂકીને ક્યાંક જતા રહેલા મહિલા કોન્સ્ટેબલ હવે મહારાષ્ટ્રના…

gujarattak
follow google news

વડોદરા: ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ છેલ્લા 3 દિવસથી ગુમ હતા. અચાનક 8 દિવસની રજા મૂકીને ક્યાંક જતા રહેલા મહિલા કોન્સ્ટેબલ હવે મહારાષ્ટ્રના કલ્હાપુરથી મળી આવ્યા છે. મણીબેન ચૌધરી નામના આ મહિલા કોન્સ્ટેબલ પોતાના વિધર્મી પ્રેમી સદ્દામ સાથે મળી ડભોઈ પોલીસને મળ્યા હતા. જે બાદ હાલમાં પોલીસ બંનેને લઈને કોલ્હાપુરથી ડભોઈ આવવા માટે રવાના થઈ ગઈ છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં મહિલાએ બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દેતા કાર શો રૂમમાં ઘુસી ગઈ

8 દિવસની રજા મૂકીને મહિલા કોન્સ્ટેબલ ગાયબ
નોંધનીય છે કે, ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી 16 જાન્યુઆરીએ 8 દિવસની રજા મૂકીને સાંજે પોલીસ સ્ટેશનથી નીકળી ગયા હતા. આ બાદ તેમણે બહેનને મેસેજ કર્યો હતો કે, ‘હું મારી મરજીથી વિદેશ જઉં છું.’ જે બાદ તેમનો ફોન પણ સ્વિચઓફ આવી રહ્યો છે. ભેદી સંજોગોમાં મહિલા કોન્સ્ટેબલ ગુમ થઈ જતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલા કોન્સ્ટેબલ સાથે યુવક પણ ગુમ
મહિલા પોલીસ કોન્સ્ટેબલના ગુમ થવાની સાથે મોટા હબીપુરાનો યુવક પણ ગુમ થઈ જતા બંને સાથે ગયા છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, બંને પાસે કોઈપણ પ્રકારનો પાસપોર્ટ નથી એવામાં તેમના વિદેશ જવાની શક્યતા નહીવત છે. બંને 28મી ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું અને બંને 6 મહિનાથી એકબીજાના પરિચયમાં હતા. પોલીસ મુજબ બંને મુંબઈ પાસે હોવાની માહિતી મળી હતી અને મહારાષ્ટ્રના કોલ્હાપુરથી જ બંને મળ્યા હતા.

આ પણ વાંચો: ભિલોડામાં નાઈ યુવકે પટેલ સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા 17 પરિવારોને ગામ બહાર કાઢી મૂકાયા

પરિવારે લવજેહાદની શંકા વ્યક્ત કરી હતી
મહિલા કોન્સ્ટેબલના પિતાનું કહ્યું હતું કે, તેમની દીકરીના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે પતિ સાથે મનમેળ હતો. તે પરિવાર સાથે હળીમળીને રહેતી હતી. સાથે જ તેમણે દીકરી પર જાદુટોના કરીને અપહરણ કરાયું હોવાની અને લવજેહાદ હેઠળ કાવતરું ઘડાયું હોવાની શંકા દર્શાવી હતી.

 

    follow whatsapp