પોલીસ, પ્રેમ ને પસ્તાવો: સીનિયરના પ્રેમમાં પડેલી મહિલા હોમગાર્ડે દગો મળતા ફિનાઈલ ગટગટાવ્યું

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદ જિલ્લામાં પ્રેમમાં દગો મળતા મહિલા હોમગાર્ડે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલા હોમગાર્ડ પોતાના જ સીનિયર ટ્રાફિક જમાદારના પ્રેમમાં…

gujarattak
follow google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદ જિલ્લામાં પ્રેમમાં દગો મળતા મહિલા હોમગાર્ડે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલા હોમગાર્ડ પોતાના જ સીનિયર ટ્રાફિક જમાદારના પ્રેમમાં હતા અને બે વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરતા હતો. જોકે લગ્ન સુધી વાત પહોંચતા પ્રેમીએ દગો આપ્યો હતો. જેથી બોલાચાલી બાદ મહિલા હોમગાર્ડે ફિનાઈલ ગટગટાવ્યું હતું.

સીનિયર સાથે પ્રેમમાં હતા મહિલા હોમગાર્ડ
વિગતો મુજબ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા મહિલા હોમગાર્ડને પોતાના સીનિયર ટ્રાફિક જમાદાર સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. જોકે પરિવારજનોને આ પ્રેમ સંબંધની જાણ થતા તેમણે મહિલા હોમગાર્ડને સિનિયર સાથે સંબંધ ન રાખવા સમજાવ્યા હતા. છતાં તેમણે પરિવારની વાત ન માનીને પ્રેમ સંબંધ ચાલું રાખ્યો અને આખું જીવન સાથે નિભાવવાના વાયદાઓ પણ કરી દીધા.

આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાપુર લેકમાં સૂતેલા ચોકીદાર પર અજાણ્યો શખ્સ પાવડો લઈને તૂટી પડ્યો, ખાટલામાં જ મોત

ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ
જોકે પ્રેમ સંબંધના બે વર્ષ બાદ જ્યારે લગ્ન સુધી વાત પહોંચતા સીનિયરે કોઈ વાત કહી દેતા મહિલા હોમગાર્ડને લાગી આવ્યું હતું. જે બાદ ફરજ પરથી ઘરે આવીને તેમણે ફિનાઈલની બોટલ લઈને ફિનાઈલ ગટગટાવી લીધું હતું. પરિવારને જનોને જાણ થતા તેમણે મહિલા હોમગાર્ડને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp