રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ સમાજો મહાસંમેલનનું આયોજન કરી રહ્યા છે. આ દરમિયાન જસદણ ખાતે બુધવારે કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરની આગેવાનીમાં મહાસંમેલન યોજાયું હતું. જોકે આ દરમિયાન આમંત્રણ મળ્યું હોવા છતા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ ગેરહાજર રહેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે અહીં હાજર આગેવાનોમાં આ મુદ્દે નારાજગી પ્રસરી જવા પામી હતી.
ADVERTISEMENT
સમાજ કલ્યાણ અર્થે શામજીનું નિવેદન
મહાસંમેલનમાં કોળી સમાજના કલ્યાણ અર્થે પ્રમુખ શામજી ડાંગરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારા સમાજનો મોટાભાગનો વર્ગ હજુ પછાત છે. જેને આગળ લાવવા અને સુધારો કરવા માટે સરકાર દ્વારા અત્યારે જે ગ્રાન્ટ મળે છે તે ઘણી ઓછી છે. તેથી સરકારે વિકાસ માટે લગભગ 5 હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવા નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આની સાથે સમાજના પડતર માગણીઓ અંગે પણ શામજીએ જણાવ્યું હતું. જોકે કુંવરજીભાઈ અને ભોળા ગોહિલ આમંત્રણ હોવા છતા ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય ગરમાયો હતો.
વિધાનસભા ચૂંટણી પહેલા સંમેલન નવાજૂની એંધાણ
ઉલ્લેખનીય છે કે કોળી સમાજના આ મહાસંમેલનથી રાજકારણમાં નવા જૂનીના એંધાણ જણાઈ રહ્યા છે. અહીં આમ આદમી પાર્ટીના નેતા વિક્રમ સોરાણી પણ હાજર રહ્યા હતા. જેમાં તેમણે વિદ્યાર્થીઓને સહાય કરવા સહિતના મુદ્દાઓ ઉઠાવ્યાહ હતા. તો બીજી બાજુ શામજી ડાંગર, અવરસ નાકિયા જેવા કોળી સમાજના આગેવાનોની હાજરીમાં આ સંમેલનથી ભાજપના ગઢમાં ગાબડુ પડે એવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
ADVERTISEMENT