ચૂંટણી જાહેરાતના કલાક પહેલા બ્રિજનું ઉતાવળીયું ઉદ્ધાટન, ઠેર-ઠેર સ્લેબ વચ્ચે તિરાડો, સિમેન્ડ ઉખડી ગયો

કૌશિક કાંઠેચા/કચ્છ: ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં જ વર્ષોથી ચાલતું કામ પૂરું કરવાની લાયમાં તંત્ર દ્વારા પ્રજાના જીવ પર જોખમ ઉભુ કર્યું છે. પૂર્વ કચ્છના…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા/કચ્છ: ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં જ વર્ષોથી ચાલતું કામ પૂરું કરવાની લાયમાં તંત્ર દ્વારા પ્રજાના જીવ પર જોખમ ઉભુ કર્યું છે. પૂર્વ કચ્છના ભચાઉ ખાતે બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજનું ગઈકાલે આચારસંહિતા લાગુ પડે તે પહેલા જ લોકાર્પણ કરાયું પરંતુ બ્રિજનો અમુક ભાગ ક્ષતિગ્રસ્ત થતાં તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા.

ઉતાવળમાં કામની ગુણવત્તા જ ન ચકાસી?
પશ્ચિમ કચ્છના ભૂજોડી પાસે 11 વર્ષે બનેલા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ થયાના એક મહિનામાં જ બ્રિજમાં અનેક જગ્યાએ ભંગાણ સર્જાયું હતું. હાલમાં જ મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં 135 જેટલા લોકોના મોત નિપજતાં સમગ્ર દેશમાં ચકચાર મચી હતી. છતાંય હજુ તંત્ર સુધર્યું ન હોય તેમ જલ્દી જલદીમાં કામની ગુણવત્તા ચકાસ્યા વિના જ ભચાઉ ખાતે પણ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું.

ચૂંટણીની જાહેરાતના કલાક પહેલા બ્રિજનું ઉદ્ધાટન
ગઈકાલે ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ આચારસંહિતા અમલી થવાની હોતાં ચુંટણી પંચની પત્રકાર પરિષદના એક કલાક પહેલા જ જલ્દીથી પુલનું લોકાર્પણ ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરીના હસ્તે કરાયું હતું. જો કે, લોકાર્પણના બે કલાકમાં જ આ પુલની અનેક સ્લેબ વચ્ચે તિરાડો નજરે આવી હતી. અનેક જગ્યાએ પુલની સિમેન્ટ ઉખડીને નીચે પડી ગઈ છે તો સ્લેબની લેવલીંગ પણ કરાઈ નથી.

બે કલાકમાં જ બ્રિજમાં તિરાડો દેખાઈ
ઉલ્લેખનિય છે કે આ ઓવરબ્રિજ છેલ્લા આઠ વર્ષથી બની રહ્યો હતો અને ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયાનાં પહેલા જ ચૂંટણીને જોતા ઉદ્દઘાટન કરી દેવા આવ્યું અને ઉદ્દઘાટનનાં બે કલાકમાં જ બ્રિજનો અમુક ભાગ તૂટવા લાગ્યો છે. આ મુદ્દે ભચાઉ શહેર કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ વહીવટી તંત્ર પર અનેક આક્ષેપો કર્યા હતા.

    follow whatsapp