કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા હાલમાં ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે જ દિલ્હીમાં કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 182 નામો પર મંથન થયું હતું, સૂત્રો મુજબ મોડી રાત્રે જ નેતાઓને ફોન રણક્યા હતા અને તેમને ફોન ભરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લામાં 3 નવા ચહેરાને આ વખતે તક આપવામાં આવી છે, જ્યારે 3 જૂના ધારાસભ્યોને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે સૂત્રો મુજબ વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યનું પત્તુ કપાઈ ગયું છે.
ADVERTISEMENT
કચ્છની 6 બેઠકો પર કોને કોને ઉતારશે ભાજપ?
કચ્છ જિલ્લાની 6 બેઠકો પર ઉમેદવારોના નામ ભાજપે નક્કી કરી લીધા છે. જે મુજબ રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાને બેઠક બદલીને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ગાંધીધામમાં માલતી મહેશ્વરીને અને અબડાસાથી પ્રધુમ્નસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવી શકે છે. જ્યારે અંજારમાં ત્રિકમ છાંગા, ભુજમાં કેશુભાઈ પટેલ તથા માંડવીમાં અનિરુદ્ધ દવેને ટિકિટ આપવામાં આવી શકે છે.
કોનું પત્તું કપાયું?
કચ્છમાં બે મોટા નામો આ વખતે કપાયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય તથા અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરનું નામ કપાઈ શકે છે. બીજી તરફ રાપરમાથી ગત ટર્મમાં ચૂંટણી લડીને હારેલા પંકજ મહેતાનું પણ નામ કપાઈ શકે છે.
દિલ્હીમાં યોજાઈ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
નોંધનીય છે કે, ભાજપ આ જે પ્રથમ ચરણની ચૂંટણી માટે 89 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. આ માટે ગઈકાલે જ લઈને ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં બે દિવસ માટે ઉમેદવારોના નામ પર ભાજપ મંથન કરશે. સાંજે 6.30 વાગ્યે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર મળેલી આ બેઠકમાં તમામ ઉમેદવારોના નામ પર પણ ચર્ચા થઈ હતી. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જે બાદ મોડી રાત્રે કેટલાક નેતાઓને ફોર્મ ભરવા માટે ફોન આવ્યા હતા.
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા)
ADVERTISEMENT