‘પાટલા ઘો જેવા, અમે કંટાળી જઈએ પણ…’- અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા અંગે શું બોલ્યા ભુપેન્દ્ર પટેલ

કચ્છઃકચ્છના અબડાસા બેઠક પરથી ભાજપે પ્રદ્યુમનસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા સિટિંગ ધારાસભ્ય છે. જ્યારે બેથી વધુ પ્રતિસ્પર્ધીઓ મેદાનમાં છે ત્યારે…

gujarattak
follow google news

કચ્છઃકચ્છના અબડાસા બેઠક પરથી ભાજપે પ્રદ્યુમનસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા સિટિંગ ધારાસભ્ય છે. જ્યારે બેથી વધુ પ્રતિસ્પર્ધીઓ મેદાનમાં છે ત્યારે પ્રદ્યુમનસિંહને આ બેઠક પરથી હરાવવા અન્ય પક્ષો માટે મુશ્કેલી ભર્યું તો છે. હાલમાં ભાજપના નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કચ્છની અબડાસા બેઠક પર સભા ગજવવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પ્રદ્યુમનસિંહની કામ કઢાવી લેવાની છબીને એક રમુજ સાથે અહીં વર્ણવી હતી. તેમણે આ ઉપરાંત ભાજપની કચ્છમાં કાર્યપદ્ધતી અને કચ્છના ભુકંપ પછીની વિકાસની દૌડ અંગે પણ વાત કરી હતી. તેમણે ઉપરાંત કોરોનાના કપરા સમયને પણ યાદ કર્યો હતો.ઉપરાંત ભુપેન્દ્ર પટેલે આજે કચ્છના મુંદ્રા ખાતે માંડવી વિધાનસભાના ભાજપ ઉમેદવાર અનિરુદ્ધ દવેના મતક્ષેત્રમાં જાહેર સભા અને રેલીમાં પણ ભાગ લીધો હતો.

બધા દેશોમાં માસ્ક છે, આપણે અહીં માસ્ક વગર બેઠા છીએઃ ભુપેન્દ્ર પટેલ
અબડાસામાં ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ધરતી કંપ આવ્યો ત્યારે બધાને હતું કે કચ્છનો વિકાસ કેવી રીતે થશે, પણ આપણે નરેન્દ્રભાઈની કાર્યપદ્ધતી જોઈ અને તેમણે જે આત્મનિર્ભરતાનો જે વિચાર આપ્યો છે તે સાકાર કચ્છમાં થયો છે. ફરીથી આ કચ્છ ગુજરાતના દરેક જિલ્લાની સાથે સાથે આગળ વધ્યું છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.કોરોનામાં બધા દેશ થાકી ગયા પરંતુ નરેન્દ્ર મોદીએ ફ્રી વેક્સીનને કારણે આપણે તેમાંથી બહાર આવ્યા. આજે બધા દેશમાં માસ્ક ચાલું છે અને આપણે માસ્ક વગર બેઠા છીએ. કોરોના પછી ગુજરાત સરકારનું બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપણે આપ્યું છે. જેના ખાત મુહૂર્ત કર્યા છે તેમના લોકાર્પણ પણ અમે જ કર્યા છે. તમારા ત્યાં હજુ ઘણામાં બાકી છે અને તે લોકાર્પણ પણ અમારે જ કરવાના છે.


પ્રદ્યુમનભાઈ તમે જપ જો હોં…: CM
તેમણે હળવી મજાક કરતાં કહ્યું કે, અબડાસાની સીટ પર આપણા ઉમેદવાર આમ તો મોઢાથી ભોળા દેખાય છે પરંતુ કામ કઢાવવામાં પેલી પાટલા ઘો હોયને એમ અમારી સામે બેસી જાય છે અને આટલું તો કરવું જ પડશે. ઘણી વખત હું કંટાળી જાઉં કે હવે પ્રદ્યુમનભાઈ તમે જપ જો. બજેટમાં ખેંચ છે પણ ના ના આટલું તો કરી આપવું જ પડશે. હજુ તો બીજી બધી વાત તો મારે કહેવાય એવી નથી. એટલે જનતા માટે કામ કરવું તે પાર્ટીની કાર્યપદ્ધતિ રહી છે. હવે દરેક ક્ષેત્રે વિકાસની કક્કો બારાખડી શરૂ થાય તો પહેલો વિકાસનો ક એટલે કચ્છ થાય તેવો પાયો અહીં નખાઈ ગયો છે.

    follow whatsapp