કચ્છમાં 400 ઘરોના છાપરા, બારીઓ તથા દરવાજા ચોરાઈ ગયા, જાણો સમગ્ર ઘટના વિશે વિગતવાર

કચ્છઃ ભૂકંપ આવ્યા પછી મહારાષ્ટ્ર સરકારે 40 કરોડ રૂપિયાની સહાય કરી ઘર બનાવડાવ્યા હતા. જેમાંથી મોટાભાગના ઘરો લાંબા સમયથી બંધ રહેતા ધરાશાયી થવાની સ્થિતિમાં રહ્યા…

gujarattak
follow google news

કચ્છઃ ભૂકંપ આવ્યા પછી મહારાષ્ટ્ર સરકારે 40 કરોડ રૂપિયાની સહાય કરી ઘર બનાવડાવ્યા હતા. જેમાંથી મોટાભાગના ઘરો લાંબા સમયથી બંધ રહેતા ધરાશાયી થવાની સ્થિતિમાં રહ્યા હતા. તેવામાં અસામાજિક ગતિવિધિઓના કારણે અહીં તમામ ઘરના દરવાજા અને છાપરાઓ ચોરી થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મુદ્દે જોકે અત્યારે પોલીસ પણ ચુપ્પી સાધીને બેસી ગઈ છે.

ભૂંકપ પછી દરવાજાઓની ચોરી
કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે ભચાઉનું વોંધ ગામડાનો લગભગ વિનાશ થઈ ગયો હતો. તેવામાં મહારાષ્ટ્ર સરકારે લોકોની મદદ કરવા માટે 40 કરોડ રૂપિયાની સહાયથી લગભગ 850 ઘરો બનાવ્યા હતા. જોકે મોટાભાગના ઘરો લાંબા સમયથી અહીં બંધ રહ્યા હતા. તેવામાં અસામાજિક તત્વોએ ઘરનું છાપરુ, બારીઓ તથા દરવાજાઓ ધીરે ધીરે ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન જાણો પોલીસ પણ આંખે પાટા બાંધીને બેસી ગઈ હોય એમ લાગી રહ્યું છે. વળી ચોરી પાછળનું રહસ્ય શું છે એ અંગે પણ સસ્પેન્સ યથાવત છે.

તસ્કરો સળિયા, બારીઓ અને દરવાજા ચોરી ગયા
કેટલાક જમીનદારોએ ધંધા-રોજગાર માટે રાજ્ય છોડી દીધું હતું. આ દરમિયાન નવા બંધાયેલા મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા પરંતુ કેટલાક લોકો કબજો મેળવ્યા પછી રહેવા આવ્યા નહોતા. આમ, તસ્કરોએ લાંબા સમય સુધી બંધ મકાનોમાં ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. ચોરોએ ધીમે ધીમે છતમાંથી સળિયા, બારી, દરવાજા સહિતની વસ્તુઓની ચોરી કરી હતી.

7 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો
અત્યાર સુધીમાં એક કરોડના લોખંડની ચોરી થઈ છે. તેવામાં કેટલાક જાગૃત લોકો કહી રહ્યા છે કે પોલીસ આ દિશામાં યોગ્ય તપાસ કરે તો મોટા લોકોના નામ સામે આવી શકે છે. નુકસાન પહોંચાડવાના કેસમાં 7 આરોપીઓ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈમાં રહેતા અને ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે કામ કરતા 60 વર્ષીય દેવરાજભાઈ ખીમજીભાઈ પટેલ અને વોંધીમાં એક પોલીસ કર્મચારીએ બંધની છત અને દિવાલ તોડી નાખી હતી.

શામજી ગણેશ ગોહિલના બે ભત્રીજાઓ પ્રવીણ મનજી ગોહિલ, અશોક જેઠા વાઘેલા, મુન્ના જેરામ કોળી, અધમ કેરાઈ અને અરવિંદ શંભુ કોળીએ ભચાઉ પોલીસ સ્ટેશનમાં સાત સામે ગુનો નોંધ્યો હતો. આ મુદ્દે પીએસઆઈ કે.એન એ વધુ તપાસ હાથ ધરી છે.

જાટોની ત્રીજી પેઢી ગામમાં રહેતી હોવા છતાં તેમની પાસે ઘર નથી. આ અંગે ખુદ આદમભાઈએ જણાવ્યું હતું કે ઘણા એવા પરિવારો છે જેમની પાસે રહેવા માટે ઘર નથી. ખરેખર તો આવા જરૂરિયાતમંદ લોકોને જ ઘર આપવું આવશ્યક છે.

    follow whatsapp