BJPમાં ટિકિટ વહેંચણી મુદ્દે કુમાર કાનાણીનું મોટું નિવેદન, કહ્યું- ઉદ્યોગપતિ નહીં આ લોકોને ટિકિટ મળવી જોઈએ

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના નિરીક્ષકો 3 દિવસમાં ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ટિકિટ વાંચ્છુઓનો…

gujarattak
follow google news

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના નિરીક્ષકો 3 દિવસમાં ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ટિકિટ વાંચ્છુઓનો બોયોડેટા લઈને તેમને સાંભળી રહ્યા છે. આ વચ્ચે ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટિકિટની વહેંચણી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

ઉદ્યોગપતિ નહીં કાર્યકરોને ટિકિટ આપવા માંગ
કુમાર કાનાણીએ આજે મીડિયા સમક્ષ કહ્યું કે, હું ચોક્કસ પણે માનું છું ભાજપની જે નિયમો છે, મને લાગે છે કે ભાજપના કાર્યકર્તા હોય તેમને ટિકિટ માગવાનો અધિકાર છે. પરંતુ કોઈ ઉદ્યોગપતિ આવે, કોઈ ઉદ્યોગના નેતાઓ આવીને કહે અમને ટિકિટ આપો. તો હું એવું માનું છું કે, ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ માગવાનો 100 ટકા અધિકાર છે. પરંતુ કોઈ ઉદ્યોગપતિનું નેતૃત્વ આવીને કહે કે અમને પ્રતિનિધિત્વ આપો, તો શેનું પ્રતિનિધિત્વ. પાર્ટીની અંદર પ્રતિનિધિત્વ કાર્યકર્તાને આપવાનું હોય.

પોતાને નહીં તો કોને ટિકિટ મળવી જોઈએ?
કુમાર કાનાણીને કોઈએ ટિકિટ લખી નથી દીધી. પરંતુ કુમાર કાનાણી નહીં તો કોણ? તો ભાજપનો કાર્યકર્તા, કોઈ ઉદ્યોગપતિ ન હોય. ઉદ્યોગપતિએ ભાજપનું કામ નથી કર્યું. ભાજપનો બુથનો કાર્યકર્તા સતત દોડતો રહે છે. પોતાના કામ-ધંધા મૂકીને. દરેક જગ્યાએ કાર્યકર્તા પોતાનું કામ મૂકીને પાર્ટી માટે દોડે છે. એટલા માટે હું ચોક્કસ પણે માનું છું કે, કાર્યકર્તાને ટિકિટ માગવાનો અધિકાર છે, પરંતુ કોઈ ઉદ્યોગપતિ કે સમાજના અગ્રણીને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી. એવા લોકોને ઉમેદવારી માગવાનો કોઈ અધિકાર નથી.

સુરતમાં 6 બેઠકો પર આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે
નોંધનીય છે કે સુરતની 12 વિધાનસભા બેઠકો પૈકી 6 બેઠકો પર આજે ટિકિટ વાંચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં વરાછા બેઠક માટે 15, તથા ઉધના બેઠક માટે 17 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.

    follow whatsapp