ગીર સોમનાથઃ પાકિસ્તાન જેલમાંથી વધુ એક ભારતીય માછીમારનું મૃત્યુ થયા હોવાના સમાચાર મળી આવ્યા છે. આ માહિતી મળતા જ ગીર સોમનાથ ગામમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. અહીં કેદ એક માછીમારનું અવસાન થયું છે, જ્યારે અન્ય 1ને અત્યારે ઓક્સિજન પર રાખવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. નોંધનીય છે કે પાકિસ્તાન જેલમાં કોટડા ગામના 44 માછીમારો કેદ છે. જેમાંથી એકનું મોત થયાના સમાચાર સામે આવતા આખુ ગામ હિબકે ચઢ્યું છે.
ADVERTISEMENT
ગામના યુવાને ફોન કરી જણાવ્યું…
પાકિસ્તાન જેલમાં કેદ ગામના એક યુવકે ફોન કરીને જણાવ્યું હતું કે જીતુ બારીયાનું અવસાન થઈ ગયું છે. જ્યારે ગામના બીજા માછીમાર એવા રામજી ચાવડા અત્યારે જીવન અને મૃત્યુ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. જેમને હોસ્પિટલ પર અત્યારે ઓક્સિજને રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં કોટડા ગામનાં 44 માછીમારો કેદ
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે પાકિસ્તાન જેલમાં કોટડા ગામની જ વાત કરીએ તો કુલ 44 માછીમારો કેદ છે. જ્યારે અગાઉ બે દિવસ પહેલા પણ તેમના મૃત્યુ અંગે માઠા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન જેલમાં અત્યારે 600થી વધુ ભારતીય માછીમારો કેદ છે. વળી ગુજરાતના કોટડા ગામના 44 માછીમારોને છોડાવવા માટે મહિલાઓએ માગ કરી હતી. અત્યારે આ માછીમારો 4થી 5 વર્ષ સુધી જેલમાં કેદ છે. તેમને છોડવા માટે તથા જે મૃત્યુ પામ્યા છે તેમના પાર્થિવ શરીરને વતનમાં લાવવા માટે પરિવારે ટકોર કરી છે.
With Input- ભાવેશ ઠાકર
ADVERTISEMENT