40 દિવસ, 40 ચોપાઈ, 40 ફાયદા...જાણો હનુમાન ચાલીસા ક્યારે-કેવી રીતે અને કોણે વાંચવી જોઈએ

Hanuman Chalisa: હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કિસ્મત બદલાઈ શકે છે. જીવનમાં ચમત્કારો જોવા મળી શકે છે. ચિંતાઓ દૂર થાય છે

 ક્યારે, કેવી રીતે અને કોણે કરવા જોઈએ હનુમાન ચાલીસાના પાઠ

Hanuman Chalisa

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી બદલાશે કિસ્મત

point

જીવનમાં જોવા મળી શકે છે ચમત્કારો

point

માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને તણાવ દૂર થાય છે

Hanuman Chalisa: હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કિસ્મત બદલાઈ શકે છે. જીવનમાં ચમત્કારો જોવા મળી શકે છે. ચિંતાઓ દૂર થાય છે, પરંતુ શું તમે જાણો છો કે હનુમાન ચાલીસા કોણે, ક્યારે અને કેવી રીતે વાંચવી જોઈએ? અલગ-અલગ ચાલીસા વાંચવાના અલગ-અલગ ફાયદા છે, જી હાં, કેટલાક લોકો શિવ ચાલીસા વાંચે છે, કેટલાક હનુમાન ચાલીસા વાંચે છે તો કેટલાક દુર્ગા ચાલીસા વાંચે છે. તેને ક્યારે અને કેવા ફળ મળે છે અને તેને ક્યારે અને કેવી રીતે વાંચવી જોઈએ, તેની સાથે જોડાયેલી તમામ જાણકારી જ્યોતિષીએ આપી છે...


શું છે હનુમાન ચાલીસાનું મહત્વ?

 


હનુમાન ચાલીસાનો શાબ્દિક મતલબ થાય છે 40 શ્લોકોનો સમૂહ, જેને 40 ચોપાઈ પણ કહેવામાં આવે છે. ખૂબ જ સરળ રીતે ભગવાનની પૂજા કરવાની રીત હનુમાન ચાલીસાના પાઠ છે, જેને કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. મન અને મગજ શાંત રહે છે. જે લોકોને મંત્રોનું જ્ઞાન નથી અથવા જેઓ આધ્યાત્મિક ચેતનાથી સંપૂર્ણપણે વાકેફ નથી. જે લોકોથી મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે ભૂલ થઈ જાય છે. જે લોકો કર્મકાંડની વિદ્યા નથી જાણતા, તે લોકો માટે ભક્તિને જે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે, તે છે હનુમાન ચાલીના પાઠ. 


હનુમાન ચાલીસા વાંચવાના ફાયદા

 

જ્યોતિષના જણાવ્યા મુજબ, હનુમાન ચાલીસાથી ઘણા ફાયદા છે, જેમ કે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને તણાવ દૂર થાય છે. સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. કરેલા પાપની ખરાબ અસર ઓછી થવા લાગે છે. આત્મવિશ્વાસ વધે છે. નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. મન મજબૂત બને છે. જે લોકો માનસિક રીતે પીડિત છે અથવા ચિંતાથી પીડાય છે, તેઓ જો હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરે તો તેમને માનસિક રોગોથી પણ ચોક્કસ રાહત મળે છે.


હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ફળ ક્યારે મળે છે?

 

તમે જેટલા મનથી સમર્પિત થઈને અને તમારા લક્ષ્યને સાધીને હનુમાન ચાલીનાના પાઠ કરશો, તેનો પ્રભાવ એટલો જ જલ્દી જોવા મળશે. 40 દિવસ સુધી સતત 11 વખત સવારે અને 11 વખત સાંજે હનુમાન ચાલીના પાઠ કરવાથી ચાલીસા સિદ્ધ થઈ જાય છે. જે દેવી-દેવાતાની ચાલીસા વાંચી રહ્યા છો, તેમની કૃપા મળવા લાગે છે. જો તમને ડર લાગતો હોય, ભૂત પ્રેતનો ડર છે તો હનુમાન ચાલીસાના પાઠ કરો. જો તમને શત્રુઓની ચિંતા સતાવી રહી છે તો દુર્ગા ચાલીસાના પાઠ કરો. આનાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો.


 

    follow whatsapp