અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની સત્તાનું સિંહાસન મેળવવા પક્ષો એડી ચોટીનનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતની ચૂંટણી પહેલા દેશ ભરના નેતાઓ પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન ઇસુદાન ગઢવી ભાટીયા ગામ ખાતે એક મિલન સમારોહ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે 31 ડિસેમ્બરથી તમામ સરકારી કચેરીઓમાં ઝીરો ભ્રષ્ટાચાર થઈ જશે.
ADVERTISEMENT
કાર્યકર્તાઓને આપ્યો શ્રેય
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને ‘આપ’ પદયાત્રા, રોડ શો, ડોર ટુ ડોર કેમ્પેઇનથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાટીયા ગામ ખાતે એક મિલન સમારોહ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી જેમાં તેમણે કહ્યું કે હવે ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, તો સૌથી મોટી જવાબદારી કાર્યકર્તાઓના ખભા પર છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જેટલી ક્ષમતા છે એટલી ક્ષમતા દેશની કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓમાં નથી. આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ઘરે ઘરે પહોંચી ગઈ છે. તેનો સૌથી મોટો શ્રેય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જાય છે. તથા ભ્રષ્ટાચાર અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તથા ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત નથી કરી પરંતુ તે પહેલા ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી દીધી અને કહ્યું કે 8 ડિસેમ્બરે પરિણામ આવી જશે અને 15 ડિસેમ્બરે બનશે સરકાર
31 ડિસેમ્બરે ભ્રષ્ટાચાર ઝીરો થશે
ઇસુદાન ગઢવીએ ભ્રષ્ટાચાર અંગે નિવેદન આપતા કહ્યું કે, 8 ડિસેમ્બરે પરિણામ છે, 15 ડિસેમ્બરથી સરકાર બનશે અને 31 ડિસેમ્બરથી તમામ સરકારી કચેરીઓમાં ઝીરો ભ્રષ્ટાચાર થઈ જશે. કોઈપણ અધિકારી કે કર્મચારી તમારી પાસે નાણાં માંગે તો તમે મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો. બીજા દિવસનો સૂરજ ઉગશે અને એ અધિકારી જેલમાં હશે. આ વ્યવસ્થા પંજાબમાં લાગુ કરી દીધી છે, આમ આદમી પાર્ટી વાળા એમનેમ વાતો નથી કરતા. અમને ખબર છે કે રાત દિવસ કામ કરીને પેટે પાટા બાંધીને તમે તમારા દીકરા દીકરીઓને ભણાવતા હશો, એટલે જ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ફેબ્રુઆરીથી પ્રક્રિયા શરૂ થઈ જશે અને નવેમ્બર સુધી એક પણ પેપર ફૂટ્યા વગર તમામ સરકારી કર્મચારીઓની ખાલી જગ્યા ભરી લેવામાં આવશે. 1 માર્ચથી તમારા ઘરે જે વીજળીના બિલ આવે છે તે વીજળીના બિલ શૂન્ય થઈ જશે તેની જવાબદારી અમારી છે.
(વિથ ઇનપુટ રજનીકાંત જોશી)
ADVERTISEMENT