અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર થઇ રહ્યુ છે. જનાદેશમાં કોંગ્રેસની કંગાળ સ્થિતિ જોવા મળી રહી છે. જનતા કોંગ્રેસને સત્તા સ્થાને તો નહીં બેસવાનો આદેશ આપતી પણ આ ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ માટે વિપક્ષનું સ્થાન પણ જોખમમાં મૂકી દીધું છે. વિપક્ષમાં બેસવા માટે 19 બેઠકો જોઈએ ત્યારે હવે કોંગ્રેસ પાસે ફક્ત 17 બેઠકો છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે અમિત ચવડાનું નામ જાહેર કર્યું છે. અમિત ચાવડા આગામી બુધવારના રોજ કોંગ્રસ પક્ષના નેતા તરીકે પદગ્રહણ કરશે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ તરીકે બેસવા મળશે કે નહીં તે પ્રશ્ન ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા બુધવારે સવારે 11 કલાકે ગુજરાત વિધાનસભા સંકૂલમાં પ્રથમ માળ ખાતે 11 કલાકે પદગ્રહણ કરશે.
વિધાનસભામાં વિપક્ષ તરીકે બેસવા મળશે કે નહીં તે પ્રશ્ન
ખાસ વાત છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 સીટો મેળવી હતી. એવામાં વિપક્ષમાં બેસવા પણ તેમના પાસે 19 સીટો હોવી જરૂરી છે. ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષ નેતાનું નામ તો જાહેર કરી દીધું છે, પરંતુ શું તેમને વિધાનસભામાં માન્યતા મળે છે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.
16 જિલ્લામાં સફાયો
2017માં ગુજરાત વિધાન સભાના ઈલેક્શન વખતે કોંગ્રેસે પાટીદાર અનામતનો મુદ્દો ઉઠાવીને ભાજપને સરકાર બનાવવા આકરી ટક્કર આપી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી. જે 2012ની ચૂંટણી કરતાં 16 વધારે હતી. કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે .
આ જિલ્લામાં એક પણ સીટ નથી મળી
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અસ્તિત્વની ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મળી છે. કોંગ્રેસે 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT