વડોદરા: રાજ્યમાં ગત 29 મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે વડોદરાથી ઘણા લોકોની ધરપકડ કરી હતી. આ સાથે જ હૈદરાબાદની જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું તેના કર્મચારી એમ મળીને 17 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ત્યારે પેપર લીક કેસમાં તપાસ કરી રહેલી ગુજરાત ATS દ્વારા 37,000 થી વધુ પરીક્ષા પેપરની નકલોનો નાશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે તંત્ર સતત લડી રહ્યું છે. ત્યારે આ મામલે 37,000 થી વધુ પેપરની નકલોનો નાશ કરવામાં આવ્યો છે. ATS દ્વારા સરદાર વિનય સ્કૂલની અંદરથી જપ્ત કરાયેલા કાગળનો નાશ કરવામાં આવ્યો હતો. પરીક્ષા લેવાય તે પહેલા પેપર લીક થયું હતું ત્યારે પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ પેપરનો આજે નાશ કરવામાં આવ્યો છે.
પોલીસ દેખરેખ હેઠળ નાશ કરાયો
સરદાર વિનય સ્કૂલની અંદર સેડિંગ મશીન દ્વારા પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ પેપરનો નાશ કરવામાં આવ્યો છે. કાગળનો નાશ કરવા માટે 15 થી વધુ કર્મચારી કામે લાગ્યા હતા. ત્યારે પોલીસની કડક દેખરેખ હેઠળ પેપરનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ દરમિયાન 5 થી વધુ અધિકારીઓની સામે પેપરનો નાશ કરવામાં આવ્યો હતો.
પેપર લીક મામલે 19 આરોપીઓની ધરપકડ
બે દિવસ પહેલા ATSની ટીમે કોલકાતાથી નિશિકાંત સિંહા અને સુમિત કુમારની ધરપકડ કરી છે. જે આ પેપરલીક કાંડના મુખ્ય આરોપીઓ હોવાનું કહેવાય છે. માહિતી મુજબ ATSની થોડા દિવસ પહેલા મોડી રાત્રે કોલકાતાથી આ બંનેની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પેપરકાંડમાં 19 જેટલા આરોપીઓ સકંજામાં આવી ચૂક્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા
ADVERTISEMENT