ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિઢ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી છે. તેમણે જંત્રીને લઈને જણાવ્યું છે કે, નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે.
ADVERTISEMENT
આજની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે જણાવતા ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી છે. જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરવામાં આવશે. જ્યારે જમીનનું સંપાદન થાય તે તારીખની અસરથી જંત્રી લાગું પડે છે.
ચોથી તારીખે જેમણે ડોક્યુમેન્ટ ખરીદ્યા હોય, દસ્તાવેજ કર્યા હોય અને જે વ્યવહારો પૂર્ણ કર્યાની સહી કરી દેવામાં આવી છે. દસ્તાવેજો ખરીદી લેવામાં આવ્યા હોય અને ફક્ત નોંધવાના બાકી હોય તે જૂની જંત્રી પ્રમાણે રહેશે.
પેપર લીક મામલે સરકાર આક્રમક મૂડમાં, વિધાનસભામાં 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ વાળું બિલ લાવશે
જંત્રીમાં વર્ષ 2011 બાદ નથી બદલાવ થયો
ગુજરાત સરકારે વર્ષ 2011થી રાજ્યમાં અમલી જંત્રીના દરમાં વધારો કર્યો છે અને નવા દર આજથી 6 ફેબ્રુઆરી, 2023 સોમવારથી લાગુ થઇ જશે. હવે રાજ્યમાં એડહોક ધોરણે નવા જંગી દર લાગુ થશે. જો કે હાલ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે અને તે પૂર્ણ થયા બાદ નવા જંત્રી દર અમલમાં આવશે. ગુજરાતમાં હવે ઔદ્યોગિક વિકાસ, શહેરી અને ગ્રામ્ય વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓના લીધે બદલાતા માહોલ પ્રમાણે જંત્રીના દર નક્કી કરવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT