અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના 73 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટી સિવાય ભાજપ કે કોંગ્રેસે પોતાના એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ કોંગ્રેસ પોતાના મોટાભાગના ધારાસભ્યો ને રિપીટ કરશે અને બાકીની બેઠક પર યુવાનો પર દાવ રમશે. ત્યારે કોંગ્રેસનો 125 બેઠક જીતવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે મહિલા પણ મેદવાન મારવા આગળ આવ્યા છે. કોંગ્રેસના 900થી વધુ દાવેદારો વચ્ચે 61 મહિલાઓ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે કોંગ્રેસ મહિલા અધ્યક્ષ જેની ઠુંમરે 40 બેઠક પર મહિલાઓને મેદાન ઉતારવા માંગણી કરી છે.
ADVERTISEMENT
કોંગ્રેસે 182 બેઠક પરથી દાવેદારોના નામ અને બાયોડેટા માંગ્યા હતા જેમાં 900થી વધુ દાવેદારોના નામ સામે આવ્યા છે. ત્યારે 61 મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. આ 61 મહિલામાંથી 40 મહિલાઓને ટિકિટ મળે તેવી માંગણી મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુંમરે કરી છે. સૌથી વધુ ઇડર બેઠક પર 5 મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર 4 મહિલાઓની દાવેદારી. સુરતની લિંબાયત બેઠક પર 3 મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ટિકિટની માંગણી કરી છે. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાએ દાવેદારી કરી છે. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરે દાવેદારી નોંધાવી છે. 61 દાવેદારોમાંથી 40 મહિલાઓને
પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેની ઠુંમર પણ ચૂંટણી લડી શકે છે. જેની ઠુંમર અમરેલી જિલ્લાની લાઠી બેઠક તથા ધારી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. મહિલા અધ્યક્ષ કઈ બેઠક પરથી ચૂંટણી લડે તે નક્કી ના કહી શકાય.
ADVERTISEMENT