અમદાવાદઃ વડાપ્રધાન મોદીના માતા હીરા બાનું આજે નિધન થઈ ગયું છે. આ દુઃખદ સમયમાં સમગ્ર દેશ વડાપ્રધાન મોદીની સાથે જોવા મળ્યો છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્વાસ લેવામાં મુશ્કેલી થતા વડાપ્રધાન મોદીના માતાને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં આજે હીરા બાએ અંતિમ શ્વાસ લીધા. માતાના અંતિમ સંસ્કારની વિધિમાં વડાપ્રધાન મોદી પણ દોડી આવ્યા હતા. આની સાથે તેમના ભાઈઓ પણ હાજર રહ્યા હતા. તો ચલો આપણે વડાપ્રધાન મોદીના પરિવારમાં કોણ કોણ છે એટલે કે તેમની FAMILY TREE પર નજર કરીએ…
ADVERTISEMENT
PM મોદીના પરિવાર વિશે…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વડાપ્રધાન મોદીએ સંઘર્ષના દિવસો પસાર કર્યા છે. તેમના દાદાનું નામ મૂળચંદ મગનલાલ મોદી હતું. વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની વાત કરીએ તો તેમને એક બહેન અને ચાર ભાઈઓ છે. આવી રીતે તેઓ પરિવારમાં કુલ 6 ભાઈ-બહેનો છે.
વડાપ્રધાન મોદીના ભાઈઓ વિશે માહિતી..
આરોગ્ય વિભાગમાં PM મોદીના મોટા ભાઈ સોમભાઈ કાર્યરત હતા. તેઓ અત્યારે તો નિવૃત્તથઈ ગયા છે. જ્યારે અમદાવાદમાં ચાર રૂમના મકાનમાં રહેતા નરેન્દ્ર મોદીના બીજા મોટા ભાઈનું નામ અમૃતભાઈ મોદી છે. તેઓ ખાનગી કંપનીમાં ફિટર તરીકે કાર્યરત હતા.
નરેન્દ્ર મોદી બન્યા દેશના વડાપ્રધાન…
2014ની વાત કરીએ તો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન આ વર્ષે બન્યા હતા. આની વહેલા લગભગ એક દશકાથી પણ વધારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ત્યારે PM મોદીના ત્રીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી હતું. જેઓ અમદાવાદમાં કરિયાણાની દુકાન અને શોરૂમ ચલાવે છે. પ્રહલાદભાઈની વાત કરીએ તો તેમણે સામાજિક કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લીધો છે. આની સાથે જ પ્રહલાદ મોદી ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ તરીકે પણ છે.
વડાપ્રધાનનાં બહેન ગૃહિણી છે
PM મોદીના બહેનનું નામ વસંતી બેન છે. જેઓ ગૃહિણી છે. તથા તેમના સૌથી નાના ભાઈ પંકજ મોદી અત્યારે ગાંધીનગરમાં વસવાટ કરે છે. હિરા બા પંકજભાઈ સાથે રહેતા હતા. પકંજભાઈ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે.
ADVERTISEMENT