અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીપંચે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરના દિવસે ચૂંટણી પરિણામો જાહેર કરાશે. ત્યારે અત્યારે પક્ષવાર કેવી સ્થિતિ છે એના પર નજર કરીએ. વિધાનસભાની પક્ષવાર સ્થિતિમાં પેટા ચૂંટણીએ પણ ઘણા સમીકરણોમાં અસર કરી છે. તેવામાં અત્યારે ભાજપ પાસે 112, કોંગ્રેસ પાસે 65 તથા બીટીપી 2 બેઠકો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ 1 અને અપક્ષ પાસે 1 બેઠક છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નામે 99 બેઠકો હતી, જ્યારે ઘણા કોંગ્રેસના MLA દ્વારા રાજીનામું આપ્યા બાદ આયોજિત પેટા ચૂંટણીમાં જીતના કારણે સમીકરણો બદલાયા છે. અત્યારે ભાજપે જીતેલી બેઠકો 112 પર પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
કોંગ્રેસના વળતા પાણી…
ઉલ્લેખનીય છે કે 2017 વિધાનસભા ચૂંટણી પછીના વર્ષોમાં કોંગ્રેસના વળતા પાણી આવ્યા છે. ચૂંટણીનો આગાઝ પ્રચંડ કર્યા પછી કોંગ્રેસમાં સતત ધારાસભ્યોની સંખ્યો ઘટતી આવી છે. ઉ્લ્લેખનીય છે કે 77 બેઠકો જીતી હતી તેવામાં અત્યારની સ્થિતિ 65 બેઠકો પર પહોંચી ગઈ છે.
બીટીપી પાસે ગૃહમાં 2 MLA છે, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ પાસે 1 અને અપક્ષ પાસે 1 બેઠક છે. ઉલ્લેખનીય છે કે 2017માં જિગ્નેશ મેવાણી અપક્ષ ચૂંટણી લડ્યા હતા, ત્યારપછી કોંગ્રેસમાં જોડાયા પરંતુ ગુજરાત વિધાનસભામાં પક્ષવાર સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો તેઓ અપક્ષ તરીકે જ ઓળખાય છે.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું મેજિક ચાલ્યું હતું…
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં 2017ની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસનું પલડું સૌરાષ્ટ્રમાં ભારે જોવા મળ્યું હતું. અહીં ઘણી એવી બેઠકો હતી જેમાં ભાજપ તો પોતાનુ ખાતુ પણ ખોલાવી શકી નહોતી. કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં 30 બેઠકો જીતી હતી જ્યારે ભાજપની બેઠકો ઘટીને 23 થઈ ગઈ હતી.
ADVERTISEMENT