અરવલ્લીઃ ગ્રામ્ય વિસ્તારોમાં ગેસના બાટલાઓ ચોરીના બનાવ વચ્ચે પોલીસે મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. તેમણે ગેરકાયદેસર રીતે ઘરમાં રાખેલા ગેસનાં બોટલોનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આની સાથે જ તેમણે અલગ એક્શન હાથ ધર્યું છે. અત્યારે જાગૃતિ અભિયાન પણ સારી રીતે ચલાવાયું છે. મોડાસા ટાઉન, રૂરલ અને જિલ્લા પોલીસની ટીમે સંયુક્ત રીતે આ કવાયત શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
રેડ દરમિયાન લાખો રૂપિયાના બાટલા જપ્ત
મોડાસા ટાઉન પોલીસે રેડ દરમિયાન 50 ગેસના બાટલાઓ જપ્ત કરી લીધા છે. આ દરમિયાન કુલ 4 વ્યક્તિઓની અટકાયત પણ કરી દેવામાં આવી છે. આની સાથે જ હવે ઘરમાં રાખેલા ગેરકાયદેસર રીતે બાટલાઓના જથ્થાઓને ઝડપી પાડતા જોવાજેવી થઈ છે. આ સંયુક્ત રેડની અસરના પડઘા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વાગ્યા છે.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ રેડ દરમિયાન 50 બોટલો જપ્ત કરી દેવામાં આવ્યા છે. આની સાથે જ 4 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે. એટલું જ નહીં પોલીસે કુલ 1 લાખ 35 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી લીધો છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT