KL રાહુલ અને આ ખેલાડી IPL 2023માંથી બહાર થયા, WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

નવી દિલ્હી: લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને આ જ ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ આઈપીએલ 2023માંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ અલગ-અલગ રીતે…

gujarattak
follow google news

નવી દિલ્હી: લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને આ જ ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ આઈપીએલ 2023માંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ અલગ-અલગ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કેએલ રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે જયદેવ ઉનડકટ બોલિંગની પ્રેક્ટિસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે લખનૌની ટીમના IPL અભિયાનને મોટો ફટકો પડ્યો છે.

1 મેના રોજ લખનૌમાં આરસીબી સામે રમાયેલી મેચ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. તેની જમણા પગમાં અને ખભામાં ઈજા થઈ છે. જ્યાકે રવિવારે નેટ્સ પર બોલિંગ કરતી વખતે ઉનડકટ લપસી ગયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો.

રાહુલ RCB સામે 11મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે ત્રણ બોલનો સામનો કર્યો, પરંતુ તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. આજે (3 મે) ચેન્નાઈ સામે લખનઉની મેચમાં KL રાહુલની જગ્યાએ ટીમનું સુકાન કૃણાલ પંડ્યા સંભાળી શકે છે. રાહુલના છેલ્લી મેચમાં પણ ઈજાગ્રસ્ત થયા બાદ તેણે ટીમની કપ્તાની સંભાળી હતી.

લખનૌની ટીમ દબાણમાં વિખેરાઈ જાય છે અને હવે તેનો કેપ્ટન પણ બહાર થઈ ગયો છે. ટીમ માટે આ મોટો ફટકો છે. તે હાલમાં IPL પોઈન્ટ ટેબલમાં નવ મેચમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. RCB તરફથી અગાઉની હારને કારણે તેનું મનોબળ ઘટી ગયું હશે.

PTI તરફથી સમાચાર આવ્યા છે કે હવે લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ આઈપીએલમાં આગળની મેચોમાં રમી શકશે નહીં. પીટીઆઈએ પુષ્ટિ કરી છે કે જયદેવ ઉનડકટના ખભાની હાલત પણ ખૂબ જ ચિંતાજનક છે. ઉનડકટ પણ આ સમગ્ર આઈપીએલ સીઝનમાંથી બહાર થઈ ગયો છે.

નોંધનીય છે કે આ બંને ખેલાડીઓ 7મી જૂનથી લંડનના ઓવલ ખાતે યોજાનારી WTC ફાઈનલ માટેની ટીમમાં પણ સામેલ છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે રમી શકશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. તે જ સમયે, જસપ્રીત બુમરાહ, ઋષભ પંત, શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ પણ WTC ફાઈનલ પહેલા બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે સતત ચિંતા વધારી રહ્યા છે.

    follow whatsapp