રાહુલ-અથિયાને વેડિંગમાં મળી કરોડોની ગિફ્ટ, સલમાન, ધોની, કોહલી, જાણો કોણે શું આપ્યું?

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીની દીકરી અને એક્ટ્રેસ અથિયા શેટ્ટીના 23મી જાન્યુઆરીએ લગ્નના બંધમાં બંધાઈ ગયા. ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં આ વિધિ પૂર્ણ થઈ હતી.…

gujarattak
follow google news

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીની દીકરી અને એક્ટ્રેસ અથિયા શેટ્ટીના 23મી જાન્યુઆરીએ લગ્નના બંધમાં બંધાઈ ગયા. ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં આ વિધિ પૂર્ણ થઈ હતી. તે સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યું હતું. આ શાહી લગ્નમાં બોલિવૂડ અને સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને કપલના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. ત્યારે હવે માહિતી મળી રહી છે કે આ સ્ટાર કપલને બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ જગત સુધીની હસ્તીઓએ લગ્નના બંધનમાં બંધાવા પર કરોડોની ગિફ્ટ આપી છે.

આ પણ વાંચો: લગ્ન પહેલા અક્ષરે મેહાને આપી વૈભવી કાર, વડોદરામાં મેહા પટેલ સાથે લેશે ફેરા, થઈ મહેંદી સેરેમની

સુનિલ શેટ્ટીએ દીકરીને શું ભેટ આપી?
અથિયા અને કે.એલ રાહુલને સુનિલ શેટ્ટીએ લગ્નની સૌથી મોટી ગિફ્ટ આપી છે. તેમણે દીકરીને લગ્નની ભેટમાં મુંબઈમાં એક એપાર્ટમેન્ટ ભેટમાં આપ્યો છે. આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

સલમાન ખાને આપી ઓડી કાર
બોલિવૂડના દબંગ ખાન તરીકે જાણીતા સલમાન ખાને પોતાના મિત્ર સુનિલ શેટ્ટીની દીકરીના લગ્નના શુભ પ્રસંગે એક ખાસ ગિફ્ટ આપી છે. સલમાને અથિયાને એક ઓડી કાર ગિફ્ટ કરી છે. આ કારની કિંમત રૂ.1.63 કરોડ જેટલી છે.

ધોની-કોહલીએ પણ આપી ગિફ્ટ્સ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુનિલ શેટ્ટીના મિત્ર અને બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે અથિયાને રૂ.30 લાખની વોચ ગિફ્ટમાં આપી છે. જ્યારે અથિયાના મિત્ર અર્જુન કપૂરે તેને ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે, જેની કિંમત 1.5 કરોડ રૂપિયા થાય છે. જ્યારે કે.એલ રાહુલને ક્રિકેટર વિરાટ કોહલીએ ગિફ્ટમાં 2.17 કરોડ રૂપિયાની BMW કાર આપી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કે.એલ રાહુલને રૂ.80 લાખની કાવાસાકી નિંઝા બાઈક આપી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp