બેંગલુરુ: IPLમાં ઘર આંગણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ફરી એકવાર હાર થઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મેચમાં 21 રને જીત મેળવી છે. 20 ઓવરમાં 206 રનના ટાર્ગેટના જવાબમાં RCBની ટીમે 9 વિકેટે 179 રન જ બનાવી શકી હતી. બેંગલુરુ માટે કોહલીએ 37 બોલમાં 54 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે છતાં પણ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
ADVERTISEMENT
કોલકાતાએ બેટિંગ બાદ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે સુયશ શર્માને 2 સફળતા મળી હતી. મીડિયમ ફાસ્ટ બોલર આન્દ્રે રસેલે પણ 2 મહત્વની વિકેટ લીધી હતી.
https://twitter.com/Indian_Smithy/status/1651281714751373313
બેંગલુરુની ઇનિંગ્સની હાઇલાઇટ્સ
બેંગલુરુની બેટિંગની વાત કરીએ તો ત્રીજી ઓવરમાં જ ફાફ ડુપ્લેસિસ 7 બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે આ બાદ 51ના સ્કોરે શાહબાદ અહેમદ 2 રન બનાવીને આઉટ થયો. ફોર્મમાં રહેલો ગ્લેન મેક્સવેલ પણ 4 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ ગયો. બાદમાં કોહલી અને મહિપાલ લોમરોર વચ્ચે 50થી વધુ રનની પાર્ટનરશીપ થઈ જોકે 113ના સ્કોરે લોમરોર 34 રન બનાવીને આઉટ થઈ ગયો. બાદમાં કોહલી પણ 54 રન બનાવીને આઉટ થઈ ગયો. આમ 115 રને RCBએ 5 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં દિનેશ કાર્તિકે પણ 18 બોલમાં 22 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી બોલર્સે ઈનિંગ સંભાળી અને આખી ટીમ 179 રન જ બનાવી શકી.
કોલકાતાની પ્રથમ ઈનિંગ્સ
કોલકાતાની ઈનિંગ્સની વાત કરીએ તો તેની શરૂઆત સારી રહી હતી. જેસન રોય અને જગદીશને પ્રથમ વિકેટ માટે 9 ઓવરમાં 83 રનની પાર્ટનરશીપ કરી હતી. જગદીશન 29 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો. જ્યારે જેશન રોય 29 બોલમાં 56 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યરે 26 બોલમાં 31 તો કેપ્ટન નિતિશ રાણાણે 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. અંતમાં રિંકુસિંહે 10 બોલમાં 18 અને ડેવિડ વિઝે 3 બોલમાં 12 રન બનાવી ટીમનો સ્કોર 200 સુધી પહોંચાડ્યો હતો.
ADVERTISEMENT