PM મોદીની તસવીરના પતંગો પણ માર્કેટમાં છવાશે! ઉત્તરાયણમાં ‘મોદી મેજિક’નો ક્રેઝ વેપારીને ફળી શકે..

અમદાવાદઃ ઉત્તરાયણનો તહેવાર ગુજરાતીઓમાં અનોખો ઉત્સાહ ભરી દે છે. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જે વડાપ્રધાન મોદીના મેજિકના કારણે ભાજપે 156 બેઠકો જીતી, હવે એની ઈફેક્ટ…

gujarattak
follow google news

અમદાવાદઃ ઉત્તરાયણનો તહેવાર ગુજરાતીઓમાં અનોખો ઉત્સાહ ભરી દે છે. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જે વડાપ્રધાન મોદીના મેજિકના કારણે ભાજપે 156 બેઠકો જીતી, હવે એની ઈફેક્ટ ઉત્તરાયણમાં પતંગો પર પણ પડી શકે છે. ગુજરાતમાં વિવિધ ડિઝાઈન વાળા પતંગો વેચાય છે, તેમાં મીડિયા રિપોર્ટ્સ દ્વારા દાવો કરાયો છે કે વડાપ્રધાન મોદીની ડિઝાઈન વાળા પતંગોનું ધૂમ વેચાણ થઈ શકે છે. તેમની તસવીરોવાળા પતંગ વેપારીઓ માટે કેવી રીતે ગેમ ચેન્જર જાણો…

વડાપ્રધાન મોદીનો મેજિક ગુજરાતમાં…
વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં અનેરી છે. તેવામાં આ વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક માર્જિનથી જીત નોંધાવ્યા પછી વડાપ્રધાન મોદીની તસવીરો વાળા પતંગો પણ ધૂમ મચાવશે. મીડિયા અહેવાલો પ્રમાણે PM મોદીની જે પ્રમાણે લોકપ્રિયતા છે એને જોઈએ તો લોકો પતંગોની ખરીદીમાં પણ વડાપ્રધાનની તસવીરો વાળા પતંગો લેવાનું પસંદ કરી શકે છે. અત્યારે સુરતમાં PM મોદીની તસવીરો વાળા પતંગોનું ધૂમ ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

PM મોદીના પતંગો સુપર હિટ- રિપોર્ટ્સ
મીડિયા અહેવાલો પ્રમાણે હોલસેલના વેપારીઓ દાવો કરી રહ્યા છે કે ઉત્તરાયણમાં વડાપ્રધાન મોદીના પતંગોની જોરદાર ડિમાન્ડ હોય છે. આ વખતે પણ ઉત્તરાયણ પહેલા વડાપ્રધાન મોદીની તસવીરોવાળા પતંગોનું ઉત્પાદન ધૂમ પ્રમાણમાં થઈ રહ્યું છે. જેથી આકાશમાં પણ મોદી મેજિક જોવા મળી શકે છે. વેપારીઓને આનાથી બંપર કમાણી થઈ શકે એવા અહેવાલો પણ મળી રહ્યા છે.

    follow whatsapp