કિસાન ગર્જના રેલીમાં અરવલ્લીના ખેડૂતો પણ દિલ્હી પહોંચ્યા; જાણો પડતર માગ વિશે..

અરવલ્લીઃ આજે ભારતભરના ખેડૂતો પોતાની માંગોને લઈને કેન્દ્ર સરકાર સામે રજૂઆત કરવા પહોંચ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા 300થી વધુ ખેડૂતો દિલ્હી ખાતે…

gujarattak
follow google news

અરવલ્લીઃ આજે ભારતભરના ખેડૂતો પોતાની માંગોને લઈને કેન્દ્ર સરકાર સામે રજૂઆત કરવા પહોંચ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા 300થી વધુ ખેડૂતો દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં ખેડૂતોના પ્રશ્નોમાં ખેતીધારક સાધનમાં જીએસટી નાબૂદ, ખેતી ઉપજના લાભદાયી મૂલ્ય મળે અને આયાત નીતિમાં ફેરફાર કરવા સહિતના મુદ્દાઓને લઈને એકઠા થયા છે. એટલું જ નહીં આની સાથે સન્માન નિધિમાં વધારો કરવા બાબતે ગર્જના રેલી સ્વરૂપે એકઠા થઇ તેઓ માગણીઓ સંતોષવા બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

અરવલ્લીના ખેડૂતો પહોંચ્યા દિલ્હી..
અરવલ્લી કિસાન સંઘના ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. ત્યારે હવે તેઓ પોતાની પડતર માગણીઓને લઈને કેન્દ્ર સરકારને રજૂઆત કરી શકે છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે લગભગ 300 કરતા વધુ ખેડૂતો રામલીલા મેદાન ખાતે પહોંચશે. જ્યાં રેલી સ્વરૂપે એકઠા થઈને તેઓ કેન્દ્ર સરકારને રજૂઆત કરી શકે છે.

જાણો સમગ્ર કિસાન ગર્જના રેલી વિશે…
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય કિસાન સંઘની કિસાન ગર્જના રેલીમાં કુલ 50થી 60 હજાર ખેડૂતો ભાગ લેશે. દેશભરમાંથી ખેડૂતો 700થી 800 જેટલી બસો અને 4000 ખાનગી વાહનોમાં આવશે. દિલ્હીની વિવિધ સરહદો પર કિસાન ગર્જના રેલીના હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ભારતીય કિસાન સંઘના મહાસચિવ મોહિની મોહન મિશ્રાએ કહ્યું કે ખેડૂતો સાથે જોડાયેલી માંગણીઓને લઈને દિલ્હીમાં રેલી યોજીને વિરોધ કરવામાં આવશે, જેમાં 600 જિલ્લાના ખેડૂતો ભાગ લેશે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp