રાજકોટ: ખોડલધામ મંદિરના 21 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક બની ગયો છે. ત્યારે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી અંદાજે એક લાખથી વધુ પાટીદારો ઉમટી પડ્યા છે. મંદિર ખાતે એકાદ લાખથી વધુ પાટીદારોની હાજરી નોંધાતા પાટીદારોએ વધુ એક વખત સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા. ખોડલધામ મહોત્સવ જેવો જ માહોલ બની ગયો છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત કરાઈ છે. રાજકોટના અમરેલી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલ બનાવશે. રાજકોટ માટે નરેશ પટેલ ગ્રુપ દ્વારા 25 કરોડ દાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમણત્રી સહિત રાજ્યભરના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન ખોડલ ધામ ટ્રસ્ટ દદ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના વિવિધ સ્પોટ પર શૈક્ષણિક સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
નરેશ પટેલ ગ્રુપ દ્વારા 25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું
અમરેલી ગામે ભવ્ય શિક્ષણ અને આરોગ્યનું ધામ બનશે. રાજકોટના અમરેલી ગામે આરોગ્ય શિક્ષણ ભવન માટે નરેશ પટેલ ગ્રુપ દ્વારા 25 કરોડ દાન આપવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલના અલગ અલગ ઔદ્યોગિક ગ્રુપ દ્વારા 25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આરોગ્ય અને શિક્ષણનું ધામ અમરેલી ગામે બનશે. આ સાથે ખોડલધામ ટ્રસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક સંકુલ બનાવશે.
2027 માં દશાબ્દિ મહોત્સવ ઉજવાશે
2027માં ખોડલધામ દશાબ્દિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. નવા પ્રકલ્પો અને લીધેલા પ્રકલ્પો કેમ અને કેવી રીતે પૂર્ણ કરવા તેનું ટ્રસ્ટી મંડળ આયોજન કરવા લાગશે. રાજકોટ નજીક અમરેલી ગામે ભવ્ય શિક્ષણ અને આરોગ્યનું ધામ બનશે.
આ પણ વાંચો: Khodaldham: પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા
21 જાન્યુઆરી 2027ના રોજ દશાબ્દી મહોત્સવ યોજાશે
ખોડલધામ એક વિચાર છે. જે વિચારને રાષ્ટ્રકલ્યાણ સુધી પહોંચાડવાનો છે. ખૂટતી કડીઓ આપણે પૂર્ણ કરવાની છે. ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજશે. 21 જાન્યુઆરી 2027ના રોજ દશાબ્દી મહોત્સવ યોજાશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT