ખોડલધામ નરેશે ગુજરાતમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું?

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામ નરેશ એવા નરેશ પટેલ મતદાન કરવા…

gujarattak
follow google news

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામ નરેશ એવા નરેશ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે મતદાન કર્યા બાદ લોકોને પણ મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે મતદાન કયા મુદ્દાઓ પર કર્યું તે અંગે પણ વાત કર્યું હતું.

નરેશ પટેલે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કર્યું?
નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,દરેક સમાજને, નાનામાં નાના માણસનું ધ્યાન રહે અને ગુજરાતનો વિકાસ થાય એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. રાજકોટ દક્ષિણ પર રમેશ ટિલાળાને બેઠક આપવા મામલે તેમણે કહ્યું, ખોડલધામ ટ્રસ્ટી રમેશભાઈ ખરા, પરંતુ ખોડલધામના ઘણા લોકો આ ચૂંટણીમાં છે, ભાજપમાં છે, કોંગ્રેસમાં છે અને AAPમાં છે. એટલે કોઈપણ પક્ષ માટે ટિપ્પણી કરું એ વ્યાજબી નથી.

ચૂંટણીમાં નિરસતા અંગે આપ્યું નિવેદન
જોકે ચૂંટણીમાં મતદાનમાં નિરસતા અંગે તેમણે કહ્યું કે, ચૂંટણીમાં નિરસતા જેવું લાગે છે, તેના પર તેમણે કહ્યું કે, ચૂંટણીનો માહોલ છે, આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે નિરસતા છે, ઘણીવાર લોકોને રસ ન પડતો હોય. પરંતુ ઘણીવાર મતદાન સારું થતું હોય છે એટલે પરિણામ આવ્યા બાદ ખબર પડશે.

    follow whatsapp