યુનાઇટેડ વેના ગરબામાં બીજા દિવસે પણ ખેલૈયાઓનો હોબાળો, ગાયક અતુલ પુરોહિતને પથ્થર માર્યો

વડોદરા: કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ નવરાત્રીનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે વિશ્વભરમાં જાણીતા વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં સતત બીજા…

gujarattak
follow google news

વડોદરા: કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ નવરાત્રીનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે વિશ્વભરમાં જાણીતા વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં સતત બીજા દિવસે પણ વિવાદ થયો હતો. ગરબે રમવા આવેલા ખેલૈયાઓને મેદાન પર પથ્થર વાગતા અધવચ્ચે ગરબા બંધ કરવા પડ્યા હતા. જે બાદ અતુલ પુરોહિતે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે આવતીકાલે ગ્રાઉન્ડ સરખું નહીં થાય તો હું જ ગરબા શરૂ નહીં કરું. જે બાદ આજે સવારથી જ મેદાનમાં પથ્થર વિણવાનું કામ કાજ શરૂ થઈ ગયું છે.

અતુલ પુરોહિતે કહ્યું, પહેલીવાર મને કોઈએ પથ્થર માર્યો
વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં પાસના પૈસા ખર્ચવા છતાં ખેલૈયાઓને મેદાનમાં પથ્થર વાગતા તેઓ ઉશ્કેરાયા હતા. મેદાન પર પથ્થર-પથ્થરની બૂમો પડતા અધવચ્ચે ગરબા બંધ કરવા પડ્યા હતા. જે બાદ અતુલ પુરોહિત કહ્યું કે, પહેલીવાર આવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું. કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા શરૂ નહીં કરું.

અડધો કલાક સુધી ગરબા બંધ રહ્યા
ગ્રાઉન્ડ પર હોબાળાના પગલે માંજલપુર પી.આઈ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને ખેલૈયાઓને પોતાની ફરિયાદ લેખિતમાં આપવા જણાવ્યું હતું. જોકે અડધો કલાક સુધી ચાલેલા હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા. યુનાઇટેડ વેમાં પહેલીવાર આવું બન્યું છે જ્યારે અડધો કલાક સુધી ગરબા બંધ કરવા પડ્યા હોય. નારાજ ખેલૈયાઓએ રિફંડની પણ માગણી કરી હતી, જેમને આજે 1થી 7 વાગ્યા દરમિયાન એક લિંક દ્વારા રિફંડ આપવામાં આવશે.

ગ્રાહક કોર્ટમાં કરાઈ ફરિયાદ
નોંધનીય છે કે આ પહેલા નોરતે પણ યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓને પગમાં પથ્થર વાગવાના કિસ્સા બન્યા હતા. તેની ફરિયાદ વહીવટકર્તાઓની પણ કરી હતી. આ સંદર્ભે એક વકીલે ગ્રાહક કોર્ટમાં પણ ફરિયાદ કરી હતી.

    follow whatsapp