ઓસ્ટ્રેલિયામાં ISKCON મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી, 15 દિવસમાં હિન્દુ મંદિર પર ત્રીજો હુમલો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં 15 દિવસની અંતર ત્રીજી વખત હિન્દુ મંદિરમાં હુમલાની ઘટના બની છે. મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થક સતત હિન્દુ મંદિરોના નિશાન બનાવી રહ્યા છે. આ…

gujarattak
follow google news

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં 15 દિવસની અંતર ત્રીજી વખત હિન્દુ મંદિરમાં હુમલાની ઘટના બની છે. મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થક સતત હિન્દુ મંદિરોના નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ જ મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં હુમલો કરવામાં આવ્યો હતો.

ISKCON મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોની તોડફોડ
મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. મંદિરની દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા છે. ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સેસનેસ (ISKCON) મંદિર જેને હરે કૃષ્ણ મંદિર નામથી પણ ઓળખવામાં આવે છે તે મેલબોર્નમાં ભક્તિ-યોગનું એક પ્રસિદ્ધ કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિરના મેનેજમેન્ટે જોયું કે મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને દિવાલો પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ જેવા નારા પણ લખ્યા છે.

આ પણ વાંચો: ન્યૂઝિલેન્ડમાં દરિયામાં પડેલા અમદાવાદના બે યુવકોના ડૂબી જતા મોત, પત્નીની આંખ સામે જ પતિ તણાઈ ગયો

પૂજા સ્થળે આવા વર્તનથી હિન્દુ સમાજમાં રોષ
ઈસ્કોન મંદિરના કોમ્યુનિકેશન ડાયરેક્ટર ભક્ત દાસે ઓસ્ટ્રેલિયા ટુડેને જણાવ્યું કે, અમે પૂજા સ્થળના સન્માન માટે આ પ્રકારના વર્તનથી નારાજ છે. ઈસ્કોન મંદિરના એક IT સલાહકાર અને ભક્ત શિવેશ પાંડેએ જણાવ્યું છે, પાછલા બે અઠવાડિયાથી વિક્ટોરિયા પોલીસ આ લોકો સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે, જે શાંતિપૂર્ણ હિન્દુ સમુદાય વિરુદ્ધ પોતાનો નફરત ભર્યો એજન્ડા ચલાવી રહ્યા છે. ઈસ્કોન મંદિર પર આ હુમલો વિક્ટોરિયન મલ્ટીફેથ નેતાઓની મલ્ટીકલ્ચરલ કમિશન સાથે એક ઈમરજન્સી બેઠકના બે દિવસ પછી થયો, જે બાદ ખાલિસ્તાન સમર્થકો દ્વારા હિન્દુઓ વિરુદ્ધ ધૃણા ફેલાવવા વિરુદ્ધ નિંદાત્મક નિવેદન જારી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં ઠંડીથી બચવા રૂમમાં તાપણું કરીને ઊંઘી જનારા દંપતીનું ગૂંગળામણથી મોત

અગાઉ 17 જાન્યુઆરીએ મંદિરમાં હુમલો થયો
આ પહેલા 17 જાન્યુઆરીએ થયેલા હુમલામાં મંદિરની દિવાલ પર ખાલિસ્તાન સમર્થકોએ 20 હજારથી વધુ હિન્દુઓ અને શીખોને મારવા માટે જવાબદાર આતંકી ભિંડરાવાલેને ‘શહીદ’ બતાવ્યો હતો. હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના અધ્યક્ષ મકરંદ ભાવગતે કહ્યું કે, પૂજા સ્થળોએ કોઈપણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વીકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.

    follow whatsapp