કેજરીવાલનું રૂ.80 લાખમાં કથિત ટિકિટ વેચાણ મુદ્દે નિવેદન, કહ્યું- ભાજપ ખોટા સ્ટિંગ કરવામાં પારંગત

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં બીજી બાજુ દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કથિતરૂપે ટિકિટ વેચવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં બીજી બાજુ દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કથિતરૂપે ટિકિટ વેચવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અંગે 80થી 90 લાખ રૂપિયામાં ટિકિટનો સોદો કરાયો હોય એવા ભાજપના આક્ષેપો પર કેજરીવાલે ચુપ્પી તોડી દીધી છે. તેમણે કહ્યું છે કે ભાજપ દરરોજ કોઈ મનમોજી સ્ટોરી બનાવી દે છે. તેમની પાસે લોકોની સેવા શું કરી તથા કયા કામો કર્યા એની યાદી નથી. ગુજરાતની જનતાનો પણ જવાબ આપવા માટે ભાજપ પાસે કોઈ કામ નથી.

સીટની સોદાબાજી પર કેજરીવાલે કહ્યું…
MCDમાં 80 લાખ રૂપિયામાં ટિકિટ આપવાના આરોપો પર અરવિંદ કેજરીવાલે ખુલાસો કરી દીધો છે. તેમણે કહ્યું છે કે ભાજપની દરરોજ આવી મનમોજી સ્ટોરીઓ બનાવવાની આદત છે. દિલ્હીની જનતા તેમને પૂછી રહી છે કે તમે 15 વર્ષમાં દિલ્હી નગર નિગમમાં શું કર્યું. ભાજપ પાસે આનો કોઈ જવાબ નથી. ગુજરાતની જનતા પણ તેમને પૂછી રહી છે કે આ 27 વર્ષમાં તમે રાજ્યમાં શું કામ કર્યું એનો પણ તેમની પાસે કોઈ જવાબ નથી.

ભાજપ ખોટા સ્ટિંગ ઓપરેશન કરાવે છે
ભાજપ રોજ ખોટા ખોટા સ્ટિંગ ઓપરેશન લઈ આવે છે. દેશની જનતાને આવા ખોટા સ્ટિંગથી કોઈ ફેર જ નથી પડતો. જનતાના ઘરનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. મોંઘવારી એટલી થઈ ગઈ છે કે દરેક ખાદ્ય વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે. રોજ કેજરીવાલને ગાળો આપવાથી જનતાની ભૂખ થોડી સંતોષાશે! આમ આદમી પાર્ટી જ એકમાત્ર એમ કહી રહી છે કે અમે જનતાની સેવા કરીશું. જનતાને આ બધી બાબતોના કારણે અમારી પાર્ટી પસંદ આવી રહી છે.

With input: દિગ્વિજય પાઠક

    follow whatsapp