મોરબીઃ ઝૂલતો પુલ તૂટી જતા 135 લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈને હવે તપાસનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. તેવામાં અરવિંદ કેજરીવાલ આજે રવિવારે મોરબી ખાતે ભવ્ય રોડ શો કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે મૃતકોમાં સૌથી વધુ નાના બાળકો હતા. લગભગ 55 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. આની સાથે તેમણે કહ્યું કે જેમના કારણે આ દુર્ઘટના ઘટી એને બચાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલના આકરા પ્રહારો
કેજરીવાલે મોરબી દુર્ઘટના મુદ્દે કહ્યું કે 55 જેટલા બાળકો આમાં જીવ ગુમાવી બેઠા છે. આ દુઃખદ ઘટનામાં ચોકાવનારી વાત તો એ છે કે ઝૂલતા પુલના તૂટવા પાછળ જે લોકો જવાબદાર છે એમને બચાવવા માટેના પગલા ભરાઈ રહ્યા છે. જે FIR દાખલ થઈ છે, એમાં એ કંપની કે એના માલિકના નામનો ઉલ્લેખ જ નથી. જેમણે આ બ્રિજ નવનિર્માણનું કામ હાથ ધર્યું હતું.
સરકાર સાથે ખાસ સંબંધ હોવાનો આરોપ
અરવિંદ કેજરીવાલે ત્યારપછી આ દુર્ઘટના પાછળ જે કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે. એના માલિક પર પ્રહાર કર્યા હતા. આની સાથે અનેક સવાલો પણ પૂછ્યા હતા. તેમણે કહ્યું કે આમના વચ્ચે કઈક તો સંબંધ હોવો જોઈએ. વધુમાં કેજરીવાલે કહ્યું કે તો હવે દરેક સ્થળે પરિવર્તનની હવા ફૂંકાઈ રહી છે. જ્યાં જાઓ ત્યાં બધા પરિવર્તન માગે છે.
સરકારના ડબલ એન્જિનની કટાઈ ગયા છે- કેજરીવાલ
કેજરીવાલે મોરબી રોડ શોમાં ત્યારપછી કહ્યું કે હવે ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી. અત્યારે નવા એન્જિનની સરકાર બનવી જોઈએ. જનતાને કહ્યું કે જુની ડબલ એન્જિન સરકારને કાટ લાગી ગયો છે. નવું એન્જિન લઈને આવો. ડબલ એન્જિન સરકારમાં તો મોરબી બ્રિજ તૂટી ગયો. નવા એન્જિનની સરકાર લાવશો તો મોરબી બ્રિજ પણ નવો બનાવીશું.
With Input- રાજેશ આંબલિયા
ADVERTISEMENT