અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં ટ્વિટર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી ચૂકી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર યુદ્ધમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીના ધારાસભ્યને જામીન મળતા તેમણે ગુજરાત પર નિશાન સાધતાં ટ્વિટ કર્યું છે.
ADVERTISEMENT
કોર્ટે દિલ્હી વક્ફ બોર્ડ કેસમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના રસ્ત્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું છે કે ભાજપ વાળા દિલ્હીમાં નકલી તપાસ કરતી રહી અને બીજી તરફ ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયું.આજે 75 વર્ષ પછી લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન માંગે છે. લોકોમાં ભારે અસ્વસ્થતા છે. લોકોને 24 કલાક નકારાત્મક અને બદલાની રાજનીતિ કરવી પસંદ નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતની ચૂંટણી નજીક આવતાની સાથે સભાઓ ગુંજવા લાગી છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત ભાજપના પ્રવક્તા યગ્નેશ દવે આમ આદમી પાર્ટી પર કરવામાં આવેલી RTI શેર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પર પૂરે પૂરું ફોકસ કરી રહ્યા છે.
ADVERTISEMENT