અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે સુરત ઈસ્ટના AAPના ઉમેદવાર કંચન ઝરિવાલાએ નોમિનેશન ફોર્મ પરત ખેંચી લીધું છે. જોકે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે કે ભાજપના ગુંડાઓએ ઝરીવાલાનું અપહરણ કર્યું હતું અને તેને ડરાવી ધમકાવીને નોમિનેશન પરત ખેંચી લેવાયું છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે. તો બીજી બાજુ ગોપાલ ઈટાલિયાએ પણ કહ્યું કે મારી પાસે પુરાવા છે તો મનીશ સિસોદીયા કેન્દ્રીય ચૂંટણી પંચના દ્વાર ખટખટાવવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
ગુંડાઓ અને પોલીસ મળી ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયુ- કેજરીવાલ
કંચન ઝરીવાલાએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન ભાજપના ગુંડાઓનો હાથ હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેવામાં અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું છે કે ગુંડાઓ અને પોલીસના બળ પર ઉમેદવારોનું અપહરણ કરી તેમનું નોમિનેશન ફોર્મ પરત ખેંચાડવામાં આવી રહ્યું છે.
આવી ગુંડાગીરી ભારતમાં ક્યાંય નથી જોઈ- કેજરીવાલ
કેજરીવાલે ટ્વીટ કરી વધુમાં જણાવ્યું હતું કે આવી ગુંડાગીરીમાં ભારતમાં બીજે ક્યાય જોઈ નથી. આમ જ કરવુ હોય તો ચૂંટણીનો અર્થ જ શું છે? આના પરથી તો લાગી રહ્યું છે કે લોકશાહીનો અંત આવી ગયો છે.
ADVERTISEMENT