અમદાવાદઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. તેવામાં ઓટો ચાલકના ઘરે જમવા માટે કેજરીવાલે વાયદો કર્યો હતો. તેને પૂરો કરવા માટે રિક્ષામાં સવાર થઈને તેઓ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને સુરક્ષા પ્રોટોકોલ અંતર્ગત અટકાવ્યા હતા. જોકે ઉગ્ર બોલાચાલી પછી તેઓ રિક્ષામાં સવાર થઈને ત્યાં જવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે અહીં અરવિંદ કેજરીવાલ માટે ઓટો ડ્રાઈવરે ખાસ ભોજનની વ્યવસ્થા કરી છે. જાણો કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા અને ઈસુદાનને રાત્રિ ભોજનમાં શું પીરસાશે…
ADVERTISEMENT
જાણો ઓટો ચાલકના ઘરે કેજરીવાલ શું જમશે!
રિક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે અરવિંદ કેજરીવાલ રાત્રિનું ભોજન કરવા માટે જઈ રહ્યા છે. અહીં તેમના માટે રિક્ષા ચાલકે ખાસ ભોજનની વ્યવસ્થા કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિક્ષા ચાલકે તેમના માટે શિરો, દહીંનું રાયતુ, દાળ, ભાત અને રોટલી બનાવી છે. અત્યારે કેજરીવાલની સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા પણ રિક્ષામાં સવાર થઈ ભોજન લેવા પહોંચી રહ્યા છે.
તાજ હોટેલથી ઘાટલોડિયા જવા રવાના
અરવિંદ કેજરીવાલ રિક્ષામાં સવારી કરી ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી સાથે રિક્ષા ચાલકના ઘરે જમવા ગયા છે. અહીં તેઓ તાજ હોટેલથી ઘાટલોડિયા વિસ્તાર સુધી જશે. તેવામાં પોલીસે સિક્યોરિટી પ્રોટોકોલ મુદ્દે કેજરીવાલને અટકાવ્યા હતા. તેવામાં પોલીસે સિક્યોરિટી બોક્સ સાથે તેમની રિક્ષાની પાછળ જવાનું નક્કી કર્યું હતું. રિક્ષા ઉપર આમ આદમી પાર્ટીના ઝંડા લગાવી અરવિંદ કેજરીવાલની સવારી નીકળી ગઈ હતી.
ADVERTISEMENT